Перейти к содержимому

જૈન સ્તવન (૨૦૩) અરિહંત વંદનાવલી

ASHWIN MEHTA

0:00 / 0:00

જૈન સ્તવન (૨૦૩) અરિહંત વંદનાવલી

171 просмотр · 2 дня назад
ASHWIN MEHTA
1,84 тыс. подписчиков
171 просмотр · 2 дня назад
અશ્વિન મહેતા યુ ટ્યુબ ચેનલઅશ્વિન મહેતા યુ ટ્યુબ ચેનલ જૈન સ્તવન (૨૦૩) અરિહંત વંદનાવલી જે ચૌદ મહાસ્વપ્નો થકી, નિજ માતને હરખાવતા વળી ગર્ભમાંહિ જ્ઞાનત્રયને, ગોપવી અવધારતા ને જન્મતા પહેલા જ ચોસઠ, ઇન્દ્ર જેને વંદતા એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 1 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું મહાયોગના સામ્રાજયમાં, જે ગર્ભમાં ઉલ્લાસતા, ને જન્મતાં ત્રણ લોકમાં, મહાસૂર્ય સમ પરકાશતા જે જન્મકલ્યાણ વડે, સહુ જીવને સુખ અર્પતા એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 2 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું છપ્પન દિગ્ કુમરી તણી, સેવા સુભાવે પામતા દેવેન્દ્ર કરસંપુટ મહીં, ધારી જગત હરખાવતા મેરુશિખર સિંહાસને જે નાથ જગના શોભતા એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 3 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું કુસુમાંજલિથી સુરઅસુર જે, ભવ્ય જિનને પૂજતા ક્ષીરોદધિના ન્હવણ જલથી, દેવ જેને સિંચતા વળી દેવદુંદુભિ નાદ ગજવી, દેવતાઓ રીઝતા એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 4 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું મધમધ થતાં ગોશીર્ષ ચંદનથી વિલેપન પામતા દેવેન્દ્ર દૈવી પુષ્પની, માળા ગળે આરોપતા કુંડલ કડાં મણિમય ચમકતા, હાર મુકુટે શોભતા એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 5 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું ને શ્રેષ્ટ વેણુ મોરલી, વીણા મૃદંગતણા ધ્વનિ, વાજિંત્ર તાલે નૃત્ય કરતી, કિન્નરીઓ સ્વર્ગની; હર્ષ ભરી દેવાંગનાઓ, નમન કરતી લળી લળી, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 6 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું જયનાદ કરતા દેવતાઓ, હર્ષના અતિરેકમાં, પધરામણી કરતા, જનેતાના મહા પ્રાસાદમાં; જે ઇન્દ્રપૂરિત વરસુધાને, ચૂસતા અંગુષ્ઠમાં, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 7 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું આહાર ને નિહાર જેના, છે અગોચર ચક્ષુથી, પ્રસ્વેદ વ્યાધિ મેલ જેના, અંગને સ્પર્શે નહિ; સ્વર્ધેનુ દુગ્ધસમાં રુધિર ને, માંસ જેના તન મહીં, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 8 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું મંદાર પારિજાત સૌરભ, શ્વાસ ને ઉચ્છવાસમાં, ને છત્ર ચામર જયપતાકા, સ્તંભ જવ કરપાદમાં પૂરા સહસ્ત્ર વિશેષ અષ્ટક, લક્ષણો જ્યાં શોભતા એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 9 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું દેવાંગનાઓ પાંચ આજ્ઞા, ઇન્દ્રની સન્માનતી પાંચે બની ધાત્રી દિલે, કૃતકૃત્યતા અનુભાવતી વળી બાળક્રીડા દેવગણના, કુંવરો સંગે થતી એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 10 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું જે બાલ્ય વયમાં પ્રૌઢ- જ્ઞાને, મુગ્ધ કરતા લોકને સોળે કળા વિજ્ઞાન કેરા, સારને અવધારીને ત્રણ લોકમાં વિસ્મય સમા, ગુણ રૂપ યૌવન યુક્ત જે એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 11 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું મૈથુન-પરિષહથી રહિત જે, નંદતા નિજભાવમાં, જે ભોગકર્મ નિવારવા, વિવાહ-કંકણ ધારતા; ને બ્રહ્મચર્ય તણો જગાવ્યો, નાદ જેણે વિશ્વમાં, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 12 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું મૂર્છા નથી પામ્યા મનુજના, પાંચ ભેદે ભોગમાં ઉત્કૃષ્ટ જેની રાજ્ય-નીતિથી, પ્રજા સુખચેનમાં વળી શુદ્ધ અધ્યવસાયથી, જે લીન છે નિજભાવમાં એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 13 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું પામ્યા સ્વયં સંબુદ્ધપદ જે, સહજ વર વિરાગવંત ને દેવ લોકાંતિક ધણી, ભક્તિ થકી કરતા નમન જેને નમી કૃતાર્થ બનતા, ચારગતિના જીવગણ એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 14 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું આવો પધારો ઇષ્ટ વસ્તુ, પામવા નર-નારીઓ એ ધોષણાથી અપેતા, સાંવત્સરિક મહાદાનને ને છેદતા દારિદ્રય સૌનું, દાનના મહાકલ્પથી એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 15 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું દીક્ષા તણો અભિષેક જેનો, યોજતા ઇન્દ્રો મળી શિબિકા સ્વરૂપ વિમાનમાં, વિરાજતા ભગવંતશ્રી અશોક પુન્નગ તિલક ચંપા વૃક્ષ શોભિત વનમહીં એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 16 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું શ્રી વજ્રધર ઇન્દ્રે રચેલા, ભવ્ય આસન ઊપરે, બેસી અલંકારો, ત્યજે, દીક્ષા સમય ભગવંત જે; જે પંચમુષ્ટિલોચ કરતા, કેશ વિભુ નિજકર વડે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 17 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું લોકગ્રગત ભગવંત સર્વે, સિદ્ધને વંદન કરે સાવધ સઘળા પાપ-યોગોના કરે પચ્ચક્ખાણને જે જ્ઞાન-દર્શન ને મહા-ચરિત્ર રત્નત્રયી ગ્રહે એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 18 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું નિર્મળ વિપુલમતિ મન:પર્યવ, જ્ઞાન સહ જે દીપતા વળી પંચસમિતિ ગુપ્તિત્રયની રયણમાળા ધારતા દશભેદથી જે શ્રમણ સુંદર, ધર્મનું પાલન કરે એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 19 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું પુષ્કર કમલનાં પત્રની, ભાંતિ નહિ લેપાય જે, ને જીવની માફક અપ્રતિહત, વરગતિએ વિચરે આકાશની જેમ નિરાલંબન, ગુણ થકી જે ઓપતા એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… 20 મારા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું