મોટા ઘરની વહુવારું આવી || કીર્તન નીચે લખેલ છે || satsang na sur || bholo bambhaniya
સત્સંગ ના સૂર
0:00 / 0:00
મોટા ઘરની વહુવારું આવી || કીર્તન નીચે લખેલ છે || satsang na sur || bholo bambhaniya
35 942 просмотра · 2 г. назад
સત્સંગ ના સૂર
11,9 тыс. подписчиков
35 942 просмотра · 2 г. назад
satsang na sur
ભોલા ભાઈ ધૂન વાળા
મો. 6353313973
કિર્તન *
કાનુડા દુખડા કેજો મારા વાલા કાનુડાને દુખડા કેજો રે,
સવારના પહોરમાં મંદિરે જાતી,
મારાં વાલા ના દર્શન કરતી,
હવે નથી ચલાતું મારા વાલા કાનુડાને દુખડા કેજો રે,
દાડમ ની કળી જેવા દાત હતા મારે,
હવે નથી ચવાતું મારા વાલા કાનુડાને દુખડા કેજો રે,
સૂરજ નાં તેજ જેવી આંખો હતી મારે,
હવે નથી દેખાતું મારાં વાલા કાનુડાને દુખડા કેજો રે,
મોટા તે ઘરની વહુવરું આવે,
કંઈ નથી કેવાતું મારા વાલા કાનુડાને દુખડા કેજો રે,
રોંઢા વેળાએ મારિ બેનપણી આવે,
અલકમલકની કરે વાતું મારા વાલા કાનુડાને દુખડા કેજો રે,
ઓસરી ના ખૂણા માં ખાટલો ઢળાશે,
મુખડું રાખું છું રાતું મારા વાલા કાનુડાને દુખડા કેજો રે,
બધું છોડીને તમે હરિને ભજાજો,
વૈકુંઠ માં ખોલાવો ખાતું મારા વાલા કાનુડાને દુખડા કેજો રે,
કાનુડા દુખડા કેજો મારા વાલા કાનુડાને દુખડા કેજો રે,