Перейти к содержимому

Harsiddhi Mata Ni Aarti | Lyrical | Jyoti Vanjara | Gujarati Devotional Aarti |

IVY Meshwa Lyrical

0:00 / 0:00

Harsiddhi Mata Ni Aarti | Lyrical | Jyoti Vanjara | Gujarati Devotional Aarti |

531 862 просмотра · 4 года назад
IVY Meshwa Lyrical
535 тыс. подписчиков
531 862 просмотра · 4 года назад
‪@IVYMeshwaLyrical‬ Presenting : Harsiddhi Mata Ni Aarti | Lyrical | Jyoti Vanjara | Gujarati Devotional Aarti | #harsiddhimata #aarti #lyrical Audio Song : Harsiddhi Ni Aarti Singer : Jyoti Vanjara Lyrics : Atul Ujediya Music : Jayesh Sadhu Genre : Gujarati Devotional Aarti Deity : Harsiddhi Mata Temple: Harsiddhi Mandir - Mumbai Festival :Dhanteras,Diwali Label :Meshwa Electronics જય હરસિધ્ધી માતા, ૐ જય હરસિધ્ધી માતા, આરતી ગાતા તમારી, હૈયા હરખાતા, ૐ જય હરસિધ્ધી માતા લાખો દિવડા જળહળ બળતા,તેજ તણો નહીં પાર, મૈયા તેજ તણો નહીં પાર, દિવ્ય અલૌકિક આભા, વિજળીનો ચમકાર, ૐ જય હરસિધ્ધી માતા મંગલકારી મુર્તિ તમારી, મંદિરમાં શોભે, મૈયા મંદિરમાં શોભે, દર્શન કરવા તમારા, મન સૌનુ લોભે, ૐ જય હરસિધ્ધી માતા ઢોલ નગારા શરણાયુંને, ઝાલરનો ઝણકાર, મૈયા ઝાલરનો ઝણકાર, મીઠા સૂર મોરલીના, કરતા એકાકાર, ૐ જય હરસિધ્ધી માતા અનેક રૂપે એક તમે છો, પરચા માઁ પુરનાર, મૈયા પરચા માઁ પુરનાર, મહીમા તમારો મોટો, જગમાં જય જયકાર, ૐ જય હરસિધ્ધી માતા સચરાચરમાં વાસ કરો છો, માતા મમતાળી, મૈયા માતા મમતાળી, સમરે વેલા આવો, કરવા રખવાળી, ૐ જય હરસિધ્ધી માતા ભવસાગરમાં ભટકેલાને, પલમાં માઁ તારે, મૈયા પલમાં માઁ તારે, પાપી પાવન થાતા, માઁ તારા ઘ્વારે, ૐ જય હરસિધ્ધી માતા આદી અનાદી માત તમે છો, વેદોમાં વખણાતાં, મૈયા વેદોમાં વખણાતાં, દેવો,દાનવ,માનવ,ગુણ તારા ગાતા, ૐ જય હરસિધ્ધી માતા અમી ભરેલી આંખોથી,માઁ અમૃત વરસાવો, મૈયા અમૃત વરસાવો, સુના પડેલા જીવનમાં ખુશીયો લહેરાવો, ૐ જય હરસિધ્ધી માતા ફોરમતા ફુલડાનો હું તો, ફુલગજરો લાવું, મૈયા ફુલગજરો લાવું, હૈયાના હેતેથી માઁ તમને પહેરાવું, ૐ જય હરસિધ્ધી માતા શ્વાસે શ્વાસે સમરણ કરતો, અતુલ તમારો દાસ, મૈયા અતુલ તમારો દાસ, ભક્તોને દર્શન આપો, પુરણ કરો માઁ આશ, ૐ જય હરસિધ્ધી માતા જય હરસિધ્ધી માતા, ૐ જય હરસિધ્ધી માતા, આરતી ગાતા તમારી, હૈયા હરખાતા, ૐ જય હરસિધ્ધી માતા, ૐ જય હરસિધ્ધી માતા, ૐ જય હરસિધ્ધી માતા, ૐ જય હરસિધ્ધી માતા, ૐ જય હરસિધ્ધી માતા. બોલીએ હરસિધ્ધી માતકી જય...