હાલો શિવાલય જઈએ રે 🔱 | શ્રાવણ માસ સ્પેશિયલ કિર્તન | સ્વર: પાયલ અવૈયા | Jivan Amrut Ras📝
jivan aamrut raas
0:00 / 0:00
હાલો શિવાલય જઈએ રે 🔱 | શ્રાવણ માસ સ્પેશિયલ કિર્તન | સ્વર: પાયલ અવૈયા | Jivan Amrut Ras📝
181 просмотр · 1 месяц назад
jivan aamrut raas
98 подписчиков
181 просмотр · 1 месяц назад
🔱 હાલો શિવાલય જઈએ રે 🔱
શ્રાવણ માસના પવિત્ર અવસર પર ભક્તિભાવથી ભરપૂર સુંદર કિર્તન 🙏
મહાદેવના ચરણોમાં ભક્તિભાવથી જોડાઈએ અને શિવનામના સ્મરણમાં લીન થઈએ. 🕉️
🎶 કિર્તન: હાલો શિવાલય જઈએ રે
🎤 સ્વર: પાયલ અવૈયા
📿 શ્રાવણ માસ સ્પેશિયલ
🎵 ચેનલ: Jivan Amrut Ras
દૂધની ભરી લોટી ને જળનો કળશ લઈ
પૂજન નો થાળ સજી લઈએ રે હાલો હાલો શિવાલય જઈએ રે...
શ્રાવણ મહિનાનો રૂડો આજે સોમવાર છે
શિવ નું પૂજન કરી લઈએ રે હાલો હાલો શિવાલય જઈએ રે...
જળની ધારાથી પહેલા સ્નાન કરાવીએ
દૂધ નો અભિષેક કરીએ રે હાલો હાલો શિવાલય જઈએ રે...
જળથી પખાલ કરી વસ્ત્ર ધરાવીએ
જનોૈઈ તો ધારણ કરાવીએ રે હાલો હાલો શિવાલય જઈએ રે...
ચંદન નો લેપ કરી અક્ષત લગાડીએ
ભસ્મનું ત્રિપુંડ રચાવીએ રે હાલો હાલો શિવાલય જઈએ રે...
પંચાક્ષર મંત્રથી બિલી ચડાવીએ
પુષ્પોની માળા પહેરાવીએ રે હાલો હાલો શિવાલય જઈએ રે...
અબીલ ગુલાલ સાથે સિંદૂર પધારાવીએ
સુગંધી અત્તર લગાવીએ રે હાલો હાલો શિવાલય જઈએ રે...
પાર્વતી માતા ને શણગાર સજાવીએ
ધૂપ દીપ પ્રેમે પ્રગટાવીએ રે હાલો હાલો શિવાલય જઈએ રે...
મંત્રો ના નાદ સાથે સ્તુતિ ગવડાવીએ
શિવજી ની ધૂન મચાવીએ રે હાલો હાલો શિવાલય જઈએ રે...
મનગમતા મેવા ને લાડુ ધરાવીએ
કપૂર ની આરતી ઉતારીએ હાલો હાલો શિવાલય જઈએ રે...
પુષ્પાંજલિ ના પ્રેમે પુષ્પો ચડાવીએ
'મુકેશ' આ મસ્તક ઝુકાવીએ રે હાલો હાલો શિવાલય જઈએ રે...
વિડિયો ગમે તો Like 👍 | Share 🔄 | Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.
#હાલોશિવાલયજઈએરે #શ્રાવણમાસ #શિવભજન #મહાદેવ #શિવકિર્તન #ગુજરાતીભજન #પાયલઅવૈયા #HarHarMahadev #JivanAmrutRas