(લખેલું છે)🙏 આ કીર્તન માં એક એક શબ્દ આપણને જ્ઞાન આપે છે ખરેખર સમજ્યા જેવું છે જરૂર સાંભળજો
Gitaben Kotadiya rajkot
0:00 / 0:00
(લખેલું છે)🙏 આ કીર્તન માં એક એક શબ્દ આપણને જ્ઞાન આપે છે ખરેખર સમજ્યા જેવું છે જરૂર સાંભળજો
1 422 просмотра · 7 дн. назад
Gitaben Kotadiya rajkot
6,37 тыс. подписчиков
1 422 просмотра · 7 дн. назад
સમજણ ની આ વાતુ જીવડા સમજણની આ વાતુ
બાંધી લે ભક્તિ નું ભાતું જીવડા સમજણ ની આ વાતુ
ભાઈ ભાઈ ના ઝગડા વચ્ચે ત્રીજો ફાવી જાય છે
સાચો મુંજાય છે ને ખોટો પૂજાય છે
તેને જ્ઞાન સાસુ નથી થાતું જીવડા સમજણની આ વાતુ
સાસુ વહુના ઝગડા વચ્ચે દીકરો પીલાય છે
નાની નાની વાતોમાં મોટું કરે છે
એને કોણ જઈ સમજાવે જીવડા સમજણ ની આ વાતુ
મંદિરમાં તો દાન પુણ્ય કરે મોટા બહુ ગણાય
મા-બાપને તો ભૂખ્યા રાખે છે
એ તો જગતથી રાખે સાનું જીવડા સમજણની આ વાતુ
અગ્નિમાં તો લોઢું પડે તો લોઢું ઓગળી જાતું
કઠણ કાળજા નો માનવી કેવાણો
એને કાંઈ નથી થાતું જીવડા સમજણની આ વાતુ
બાવળીયા ને બધું ભરાઈને એની વાયળુ થાતી
ચંદન નો એક ટુકડો મળે તો
કપાળે તિલક થાતું જીવડા સમજણની આ વાતુ
દૂધમાંથી ઘી બને એ કોઈ દી નથી ઉભરાત
દુધડા માં જરા તાપ લાગે તો
તરત ઉભરાઈ જાતું જીવડા સમજણની આ વાતુ
રોગીયા માણસને પકવાન આપો એનાથી નથી જમા તું
વાંજીયા જાજો ને પિતૃ થાએ
એને કોઈ નથી પાણી પાતું જીવડા સમજણની આ વાતુ
ભેદ મેલી ને ભજન કરીએ કોઈની ન પૂછીએ જાયતુ
નાત ભાત નો ભેદ મેલીને
કાદવમાં કમળ થાતું જીવડા સમજણની આ વાતુ
સમય મળે તો સત્સંગ કરીએ ખોટી ન કરીએ વાતુ
મનખો મળ્યો છે મોજું માણી લે
સંતોના શરણે જાતુ જીવડા સમજણની આ વાતુ
બાંધી લે ભક્તિ નું ભાતું જીવડા સમજણ ની આ વાતુ
સમજણ ની આ વાતુ જીવડા સમજણની આ વાતુ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
બધા સત્સંગીઓને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આ કીર્તન ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો 🙏