જાય સુભદ્રા સાસરે કાનો શિખામણ આપે જો || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન
કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા
0:00 / 0:00
જાય સુભદ્રા સાસરે કાનો શિખામણ આપે જો || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન
35 316 просмотров · 2 года назад
કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા
125 тыс. подписчиков
35 316 просмотров · 2 года назад
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
________________ કિર્તન _________________
જાય સુભદ્રા સાસરે કાનો શિખામણ આપે જો.
જાવ બેની બા સાસરે શિખામણ લેતા જાવ જો
સવારે વહેલા ઉઠીએ તો ખમકારો નાં કરીએ જો
ખમકારો કરીએ તો બેની ઘરના સુતા જાગે જો
રસોડામાં હરતાં ફરતાં રસોઈ નાં ચાખીએ જો
રસોઈ ચાખીએ બેની અનદેવ દોષ દેશે જો
સાસુ સસરા ને પહેલા જમાડી પછી આપણે જમીએ જો
પહેલા જો જમીએ તો બેની ઘરમાં ઝગડા થાશે જો
જાય સુભદ્રા સાસરે.......
દેરાણી જેઠાણી સાથે બને નહીં તો દીલ ની વાત ના કરીએ જો
દીલ ની વાત કરશો તો બેન બા કુવે વાતો થાશે જો
છુટ્ટા અંબોડે છુટા કેશે ફળીયા માં નાં ફરીએ જો
ફળિયામાં ફરશો તો બેની પાડોશણ વાતો કરશે જો
દિયર સાથે હરીએ ફરીએ હાથ તાળી નાં દઈએ જો
હાથ તાળી દઈએ તો બેની ગામમાં વાતો થાશે જો
જેઠ સસરા બેઠા હોય ત્યાં આડાં નાં ઉતરીએ જો
આડા રે ઉતરીએ તો બેન બા છોરે વાતો થાશે જો
નણંદ બા ને આગળ રાખી પાછળ આપણે ચાલીએ જો
આગળ ચાલીએ તો બેન બા મૈયર માં વાતો થાશે જો
જાય સુભદ્રા સાસરે.......
પરણ્યા ઘરે આવે ત્યારે મોઢું નાં ફેરવીએ જો
મોઢું રે ફેરવીએ તો બેન બા મૈયર ને સંભળાવે જો
ગામ માં સાસર ગામ માં પિયર વગર તેડયા ના જાઈએ જો
વગર તેડયા જાઈએ તો બેન બા હાથે હળવા થાઈએ જો
જાય સુભદ્રા સાસરે કાનો શિખામણ આપે જો
જાવ બેની બા સાસરે શિખામણ લેતા જાવ જો