સુપર ભજન... ના બોલો તો કાંઇ નહી (ભજન નીચે લખેલું છે)
Vaikunth Bhajan Mandal Vadodara
0:00 / 0:00
સુપર ભજન... ના બોલો તો કાંઇ નહી (ભજન નીચે લખેલું છે)
79 116 просмотров · 3 г. назад
Vaikunth Bhajan Mandal Vadodara
152 тыс. подписчиков
79 116 просмотров · 3 г. назад
ના બોલો તો કંઈ નહી હસો તો ખરા
આવતા જતા તમે જુઓ તો જરા
મીરાં તે બાય જેવો પ્રેમ નથી કરવો
ખારા પાણીનો મારે દરિયો નથી ભરવો
ઝેરના અમૃત કરો તો ખરા
આવતા જતા જતા જુઓ તો જરા
ના બોલો તો કંઈ નહી હસો તો ખરા આવતા જતા તમે જુઓ તો જરા
નરસિંહ મહેતા જેવો પ્રેમ નથી કરવો
ખારા પાણીનો મારે દરિયો નથી ભરવો
નાગર ની નાત તો જમાડો તો ખરા
આવતા જતા તમે જુઓ તો જરા
ના બોલો તો કંઈ નહી હસો તો ખરા
આવતા જતા તમે જુઓ તો જરા
શબરીબાઈ જેવો પ્રેમ નથી કરવો
ખારા પાણીનો મારે દરિયો નથી ભરવો
હેઠા બોર તમે આ રોગો તો ખરા
આવતા જતા તમે જુઓ તો જરા
પ્રહલાદ જેવો મારે પ્રેમ નથી કરવો
ખારા પાણીનો મારે દરિયો નથી ભરવો
સ્તંભમાં દર્શન આપો તો ખરા
આવતા જતા તમે જુઓ તો જરા
દ્રૌપદી જેવો મારે પ્રેમ નથી કરવો
ખારા પાણીનો મારે દરિયો નથી કરવો
નવસો નવ્વાણું ચીર પૂરો તો ખરા
આવતા જતા તમે જુઓ તો જરા
ના બોલો તો કંઈ નહી હસો તો ખરા
આવતા જતા તમે જુઓ તો જરા
રાધા રાણી જેવો પ્રેમ નથી કરવો
ખારા પાણીનો મારે દરિયો નથી ભરવો
સખીઓને દર્શન આપો તો ખરા
આવતા જતા તમે જુઓ તો જરા
ના બોલો તો કઈ નઈ હસો તો ખરા
આવતા જતા તમે જુઓ તો જરા..