Перейти к содержимому

વીણાબેન ના સ્વર માં કનૈયા નું સુંદર ભજન # રાધા ભજન મંડળ # 🙏🏼🙏🏼🙏🏼🙏🏼# ભજન નીચે લખ્યું છે #

Paresha manvar

0:00 / 0:00

વીણાબેન ના સ્વર માં કનૈયા નું સુંદર ભજન # રાધા ભજન મંડળ # 🙏🏼🙏🏼🙏🏼🙏🏼# ભજન નીચે લખ્યું છે #

401 просмотр · 9 дней назад
Paresha manvar
117 подписчиков
401 просмотр · 9 дней назад
🙏🏼🙏🏼🙏🏼 જય શ્રી ક્રિષ્ના પરીક્ષામાં પહેલો નંબર પાસ રે કનૈયા , અભણ રાધા એ તમને ભોળવ્યા રે મથુરાની ગલીઓ તમને ના ગમી રે, ગોકુળ ની ગલીઓ વાલી લાગી રે કનૈયા,અભણ રાધા એ તમને ભોળવ્યા રે વસુદેવ પિતા તમને ના ગમ્યા રે, નંદરાય પિતા વાલા લાગ્યા રે કનૈયા, અભણ રાધા એ તમને ભોળવ્યા રે દેવકીજીના ખોળા તમને ના ગમ્યા રે જશોદાના ખોળા વાલા લાગ્યા રે કનૈયા અભણ રાધા એ તમને ભોળવ્યા રે મથુરાના વાસી તમને ના ગમ્યા રે ગોકુળની ગોપીઓ વાલી લાગી રે કનૈયા અભણ રાધા એ તમને ભોળવ્યા રે મથુરાના ભાઈબંધ તમને ના ગમ્યા રે ગોકુળ ના ગોવાળ વાલા લાગ્યા રે કનૈયા અભણ રાધા એ તમને ભોળવ્યા રે મથુરાના હાથી ઘોડા ના ગમ્યા રે ગોકુળની ગાયો વાલી લાગી રે કનૈયા અભણ રાધા એ તમને ભોળવ્યા રે મથુરાની જેલ તમને ના ગમી રે જમનાજી નો કાંઠો વાલો લાગ્યો રે કનૈયા અભણ રાધા એ તમને ભોળવ્યા રે મથુરાની ગોરી તમને ના ગમી રે બરસાના ની રાધા વાલી લાગી રે કનૈયા અભણ રાધા એ તમને ભોળવ્યા રે ભક્ત મંડળ તમને વિનવે રે દેજો અમને ગોકુળમાં વાસ રે કનૈયા અભણ રાધા એ તમને ભોળવ્યા રે 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼