કોઇ લાખ પ્રયત્નો કરે છતાં (KOI LAAKH PRAYATNO KARE CHHATA)
Hushen Savani
0:00 / 0:00
કોઇ લાખ પ્રયત્નો કરે છતાં (KOI LAAKH PRAYATNO KARE CHHATA)
78 742 просмотра · 16 л. назад
Hushen Savani
385 подписчиков
78 742 просмотра · 16 л. назад
"કોઇ લાખ પ્રયત્નો કરે છતાં"
એક ખુબ જ સરસ મજા નું ગુજરાતી ગીત જે મેં ઘણાં સમય પહેલાં ઇ ટીવી ગુજરાતી પર જોયુ હતું તે હું તમારી સમક્ષ રજૂ કરવાં માંગુ છું. મને આશા છે કે તમને આ ગીત જરૂર થી પસંદ આવશે...!
ગીત ના બોલ:
કોઇ લાખ પ્રયત્નો કરે છતાં,
મનમેળ મળ્યા એ મળ્યા રહે.
કોઇ લાખ પ્રયત્નો કરે છતાં,
મનમેળ મળ્યા એ મળ્યા રહે.
સરી આમ દીવાલો ચણો છતાં
હૈયું હૈયાં ને મળતું રહે...
કોઇ લાખ પ્રયત્નો કરે છતાં,
મનમેળ મળ્યા એ મળ્યા રહે.
સરી આમ દીવાલો ચણો છતાં
હૈયું હૈયા ને મળતું રહે...
કોઇ લાખ પ્રયત્નો કરે છતાં,
મનમેળ મળ્યા એ મળ્યા રહે.
સંજોગ સમય ને સ્થિતી છતાં,
નડતર નું નિવારણ કયાં શોધું? -(ર)
અણગમતાં મોહરાં પહેરીને,
હું એનુ પગેરુ કયાં શોધું?
પણ સાત સ્વરો નાં સથવારે,
મન-ગમતી મંજીલ મળી રહે...
કોઇ લાખ પ્રયત્નો કરે છતાં,
મનમેળ મળ્યા એ મળ્યા રહે.
મને એક તરફ મૌસમ ખેંચે,
અને એક તરફ જડ બંધન સૌ... -(ર)
આ કુળ-કપટ કાવાં-દાવાં,
હું સમજું છું પણ કોને કહું?
પણ આજ હવે આંખો સામે,
રંગીન ક્ષિતીજ થી સ્તરતી રહે...
કોઇ લાખ પ્રયત્નો કરે છતાં,
મનમેળ મળ્યા એ મળ્યા રહે.
તું ચાલ આ બંધન છોડી દે,
ને વાંજીયા વળગણ છોડી દે.. -(ર)
અંદર નાં અવાજો ઓળખ તું,
અને એમાં મન તું જોડી દે.
મનમેળ પછી જોજે કેવાં,
લઇ રંગ આવશે જોતો રહે...
કોઇ લાખ પ્રયત્નો કરે છતાં,
મનમેળ મળ્યા એ મળ્યા રહે.
મનમેળ મળ્યા એ મળ્યા રહે... -(ર)
નોંધ:
આ ગીત નાં બોલ નું લખાણ મેં મારી જાતે સાંભળી ને અહીં ટાઇપ કયુઁ છે. જો લખાણ માં કઈં ભુલ દેખાય, તો જાણ કરવાં આપ ને નમ્ર વિનંતી છે. આભાર!
હુશેન સવાણી