Jalaram Bavani | Ruchita Prajapati | Gujarati Devotional Bavani |
IVY Meshwa Lyrical
0:00 / 0:00
Jalaram Bavani | Ruchita Prajapati | Gujarati Devotional Bavani |
233 547 просмотров · 2 года назад
IVY Meshwa Lyrical
540 тыс. подписчиков
233 547 просмотров · 2 года назад
@IVYMeshwaLyrical
Presenting : Jalaram Bavani | Ruchita Prajapati | Gujarati Devotional Bavani |
#jalarambapa #bavani #lyrical
Album : Jalaram Bavani
Singer : Ruchita Prajapati
Lyrics : Traditional
Music : Jayesh Sadhu
Genre : Gujarati Devotional Bavani
Deity : Jalaram Bapa
Temple : Virpur
Festival : Jalaram Jayanti
Label :Meshwa Electronics
સોરઠ ભૂમિ પાવન ધામ , વીરપુર નામે એમાં ગામ
પ્રગટ્યાં ત્યાં શ્રી જય જલારામ , જનસેવાનું કરવા કામ
રાજબાઇ માતાનું નામ , પ્રધાનજી પિતાનું નામ
લોહાણા જ્ઞાતિ હરખાય , નામ સમરતાં રાજી થાય
સંત પધાર્યા એને દ્વાર , રાજબાએ કીધો સત્કાર
ઉજ્જવળ થાશે તારી કૂખ , એવું બોલ્યાં એ નિજ મુખ
સંવત અઢારસો છપ્પનમાં , કારતક સુદ સાતમની છાય
આશીર્વાદથી પ્રગટ્યા રામ , નામ પડયું શ્રી જલારામ
વૃદ્ધ સંત આવ્યા તે ઠામ , ઓળખ્યા શ્રી જય જલારામ
માતાપિતા સ્વધામ ગયાં , કાકા ને ત્યાં મોટા થયા
સંવત અઢારસો સિત્તેરમાંય , યજ્ઞોપવીતની વિધિ થાય
સેવત અઢારસો બોતેરમાંય , પ્રભતામાં પગલાં મંડાય
કાકાનું સંભાળે હાટ , ધર્મ દાનના મનમાં ઘાટ
સાધુ સંતને દેતા દાન , રઘુવીરનું એ ધરતા ધ્યાન
એક સમેય સંતોનો સંઘ , આવી જમાવ્યો ભક્તિ રંગ
જલારામની પાસે આજ , આવ્યા સીધુ લેવા કાજ
જલારામ લઈ માથે ભાર , દેવા ચાલ્યા એને દ્વાર
પાડોશીને લાગી લ્હાય , કાકા ને કહેવાને જાય
વાલા કાકા દોડયા ત્યાં , જલા શું દેવાને જાય
ગભરામણ છૂટી તે વાર , પત રાખે છે દીનદયાલ
છાણાં કહ્યાં તો છાણાં થાય , ઘીને બદલે જળ દેખાય
પાડોશી તો ઝાંખો થાય , દુરિજન કર્મોથી પસ્તાય
જલા ભગતને લગની થઈ , ભીતર બારી ઊધડી ગઈ
યાત્રા કરવા કીધી હામ , પછી ફર્યા એ ચારે ધામ
ગુરુ કરવાનો પ્રગટયો ભાવ ,ફત્તેપુર જઈ લીધો લહાવ
ભોજા ભગત કીધા ગુરુદેવ , વ્રત લે કરવા સાચી સેવ
સવંત અઢારસો છોંતેરમાંય, સદાવ્રતનું સ્થાપન થાય
વીરબાઈ સુલક્ષણી નાર , સેવાની રાખે સંભાળ
સાધુ સંતો આવે નિત , જલાબાપાની જોઈ ને પ્રીત
અન્નતણા નિધિ છલકાય , બાધા આખડીથી દુઃખ જાય
બાપા સૌમાં ભાળે રામ , ખવડાવીને દે આરામ
ગાડાં ભરી અન્ન આવે જાય , સાધુસંતો ખૂબ જ ખાય
તન-મન-ધનથી દુખીયાં જન , આવી નિત્ય કરે ભજન
બાપા સૌનાં દુઃખ હરનાર , ભેદ ન રાખે કોઈ લગાર
થોડા જનના કહું છું નામ , મળિયો છે જેને આરામ
જમાલ ધાંચી જે કહેવાય , દીકરો તેનો સાજો થાય
હરજી દરજી નું પેટનું દુઃખ , ટાળી પામ્યો છે ત્યાં સુખ
મૃત્યુ પામ્યો કોળી એક , પિતા એનો કરગર્યો છેક
બાપા હૈયે કરુણા થાય , રામનામની ધૂન મચાય
થયો સજીવન તેનો બાળ , રામનામનો જય જયકાર
પુણ્ય તપ્યું છે બાપાનું આજ , વ્હાલો ઊતર્યો અવનિ માંય
કરી કસોટી માંગી નાર , જોવા કેવું દિલ ઉદાર
ધન્ય ધન્ય છે વીરબાઈ નાર , પ્રભુસમ જાણ્યા છે ભરથાર
આજ્ઞા આપો છું તૈયાર , સેવા સંતની સાચો સાર
સેવા કરવા ગયાં સતી , જાણી ત્રિભુવનના એ પતિ
આકાશવાણી સંભળાય , ધન્ય જલા-ભક્તિ કહેવાય
ઝંડો ઝોળી વીરબાઈ હાથ , દઈને અલોપ થાય છે નાથ
વાવડ પહોંચ્યા વીરપુર ગામ , સૌએ સમર્યા સીતારામ
આજે પણ વીરપુરની માંય , સૌને એનાં દર્શન થાય
જનસેવા તો ખૂબ જ કરી , ઠાર્યા સૌને પોતે ઠરી
ઓગણીસો સાડત્રીસમાંય , બાપા સિધાવ્યા વૈકુઠમાંય
મનુદાસ જે બાવની ગાય , દુઃખથી છૂટી સુખિયાં થાય
દાસ મુકુંદ ગુણલા ગાય , દુઃખ દારિદ્રય તેના જાય
સાતે વારે સૌ સ્નેહથી , બાપાની બાવની ગાય
ભક્ત કહે મુસીબત સૌ ટળે હૈયે શાંતિ થાય