Faith That Keeps the Mind Steady | Pujya Viveksagardas Swami | BAPS Satsang Goshthi
BAPS Satsang Gujarati
0:00 / 0:00
Faith That Keeps the Mind Steady | Pujya Viveksagardas Swami | BAPS Satsang Goshthi
7 988 просмотров · 11 часов назад
BAPS Satsang Gujarati
56,1 тыс. подписчиков
7 988 просмотров · 11 часов назад
પૂજ્ય વિવેકસાગર સ્વામી આ ગોષ્ઠીમાં યુવાનોના પ્રશ્નોના જવાબ પોતાના અનુભવમાંથી આપે છે. પહેલા પ્રશ્નમાં પૂજ્ય વિવેકસાગર સ્વામી સહજ અને સચ્ચાઈભર્યું જીવન જીવવાની વાત કરે છે. સાધના કરવા છતાં અનુભવ જલદી ન થાય ત્યારે શું કરવું, એ પ્રશ્નનો જવાબ આપતાં તેઓ કહે છે કે આ માર્ગમાં શ્રદ્ધા સૌથી મહત્ત્વની છે. પૂજા, ધ્યાન અને મંત્રજાપમાં મન સ્થિર રાખવા સ્વામી ગુરુના ચરિત્રોની સ્મૃતિ કરવાનું કહે છે, અને પ્રમુખ સ્વામી મહારાજ સાથેના પોતાના પ્રસંગો યાદ કરે છે. વિપરીત પરિસ્થિતિમાં સ્થિર રહેવા હંમેશાં અંતર્દૃષ્ટિ કરવાનું અને ભગવાનને સર્વકર્તા સમજવાનું કહે છે, કારણ કે ભગવાન જે કરે છે તે આપણા સારા માટે જ કરે છે. આ વિચાર ટકાવવા સ્વામી રોજ ભગવાનની સૃષ્ટિના મહિમાનો વિચાર કરે છે, અને તેમાંથી તેમને ખૂબ શાંતિ મળે છે. પૂજ્ય વિવેકસાગર સ્વામીએ યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ, ત્રણેય ગુરુઓને નજીકથી જોયા છે. ત્રણેય પ્રત્યે એકસરખો ગુરુભાવ કેવી રીતે રહે, એ પ્રશ્નના જવાબમાં સ્વામી કહે છે કે ગુણાતીત પરંપરા અખંડ ચાલે છે, એ સમજ દૃઢ થાય તો ગુરુભાવ એકસરખો રહે છે. અંતે તેઓ કહે છે કે સિદ્ધાંત અને ગુરુમાં પૂરો વિશ્વાસ રાખવો, સત્પુરુષના વચનને સત્ય માનવું, અને પોતાની પ્રાપ્તિ સામે નજર રાખવી, તો યુવાન કોઈ પણ પરિસ્થિતિમાં સ્થિર રહી શકે છે.
In this conversation, Pujya Viveksagar Swami answers the questions of youth from his own experience. In answer to the first question, Pujya Viveksagar Swami speaks about living a natural, truthful life. When asked what to do if sadhana does not bring experience quickly, he explains that shraddha, or faith, matters most on this path. To keep the mind steady in puja, dhyan and mantra jap, he advises remembering the Guru's divine incidents, and he recalls his own moments with Pramukh Swami Maharaj. To stay steady in adverse circumstances, Pujya Viveksagar Swami advises always looking within and understanding Bhagwan as the all-doer, because whatever Bhagwan does is for our good. To keep this thought alive, he reflects daily on the greatness of Bhagwan's creation and says this has given him deep peace. Pujya Viveksagar Swami has seen Yogiji Maharaj, Pramukh Swami Maharaj and Mahant Swami Maharaj, all three Gurus, from close quarters. When asked how to keep the same devotion toward all three, he says that once one firmly understands that the Gunatit Guru parampara continues unbroken, the devotion stays the same. In closing, Swamiji says that a young person who keeps full faith in the principles and the Guru, accepts the words of the Satpurush as truth, and keeps his eyes on what he has attained can stay steady in any situation.
#BAPS #Swaminarayan #ViveksagarSwami #MahantSwamiMaharaj #Shraddha #YouthGuidance #SatsangConversation / bapssatsang_guj
BAPS Digital Feed
https://whatsapp.com/channel/0029Vb6U...