Darbar Maa No Divya Chhe, Mai Kalapi Ni Stuti Vrund Gaan
MATANGI DHOLKIA OZA OFFICIAL.
0:00 / 0:00
Darbar Maa No Divya Chhe, Mai Kalapi Ni Stuti Vrund Gaan
773 просмотра · 1 мес. назад
MATANGI DHOLKIA OZA OFFICIAL.
3,95 тыс. подписчиков
773 просмотра · 1 мес. назад
A Video by Matangi Oza
Shibir 2026
દરબાર માનો દિવ્ય છે દિલ સાફ લઈને આવજો
માઈ કલાપી ની સ્તુતિ
સા... ની... ધ... મ... ગમધનીસા ગમધનીસા ગમધનીસા
દરબાર માનો દિવ્ય છે દિલ સાફ લઈને આવજો! (૨)
અહીં પ્રેમની ગંગા વહે ઉર પ્રેમ પ્યાલો લાવજો! (૨) ... દરબાર …
શ્રીમંત કે પંડિત હો વળી રંક રાણા ભૂપ હો! (૨)
ગૃહસ્થાઈનો ડિમાક હો પણ પાક દિલથી આવજો! (૨) ... દરબાર …
એક અંબાના બાળ અમે સહુ રમતાં માની ગોદમાં! (૨)
એ ગોદ જોવી હોય તો બાળક બનીને આવજો! (૨) ... દરબાર …
પાગલ અમારી ભક્તિનાં દિલ દિપ દૈવી ઝળહળે!
એ દિપ પર દિલ હોય તો દિલ દિપ લઈને આવજો! ... દરબાર …
પાગલ અમારી છાપ છે પાગલ અમારી માવડી!
એ માવડીની ભભકના પાગલ બનીને આવજો! ... દરબાર …
ઉજળાં અમર આ આંગણાં માંગલ્યતાનાં છાંટણાં!
એ આંગણાંને ઓળખો તો દેવ બનીને આવજો! ... દરબાર …
ઘનશ્યામની બંસી ઉપર પાગલ બધી ગોપી બની!
પાગલ મીરાં મ્હેતો બને પાગલ બને જ્યાં યદુપતિ! ... દરબાર …
પાગલ પુકારે તુલસીના શ્રી કૃષ્ણ રામ રૂપે બને!
વંદન સદા એ પાગલોને, પાગલોની માતને! ... દરબાર …
મા પ્રેમના પરચે અહીં સૌ બાળકો ઉભરાય છે!
એ ઉભરામાં કહે કલાપી ઊચ્ચ ઊભરે આવજો! ... દરબાર …
“માઈ કલાપી” ભજન ભક્તિ માની એ રસ લ્હાણ છે!
એ લ્હાણ લેવી હોય તો સ્થાપક બનીને આવજો! ... દરબાર …
પરિકલ્પના
માતંગી ઓઝા
વૃંદ કલાકાર
અમોઘા મહેતા
ખુશાલી વૈષ્ણવ
દેવાંશી વૈષ્ણવ
બ્રિજલ યાદવ
કાજલ મહેતા
નેહા અંતાણી
નિલમબેન આહિર
પ્રિતી મામલતદારના
શ્રેયા મામલતદારના
રેખા મોદી
પુષ્પાબેન પટેલ
ભગવતીબેન જાડેજા
કૃતિ હાથી
તન્વી રાવલ
માતંગી ઓઝા
વાદ્ય કલાકાર
જનક શેઠ હાર્મોનિયમ કીબોર્ડ
નયન છત્રીવાલા. તબલા
ભાર્ગવ સોલંકી ઢોલક, ઢોલ
વિડીયોગ્રાફી , મંચ સુશોભન
ધીમંત ઓઝા