નાવડી સોંપી સહજાનંદના હાથમાં રે | Swaminarayan Bhajan | Gujarati Kirtan
Sasu Vahu Ni Kirtan Bhakti
0:00 / 0:00
નાવડી સોંપી સહજાનંદના હાથમાં રે | Swaminarayan Bhajan | Gujarati Kirtan
13 590 просмотров · 2 дня назад
Sasu Vahu Ni Kirtan Bhakti
2,49 тыс. подписчиков
13 590 просмотров · 2 дня назад
🙏🌺 નાવડી સોંપી સહજાનંદના હાથમાં રે... 🌺🙏
સહજાનંદ સ્વામી મહારાજના ચરણોમાં શ્રદ્ધા અને સમર્પણ વ્યક્ત કરતું આ સુંદર ગુજરાતી સ્વામિનારાયણ ભજન. 🙏
આ કીર્તનમાં ગઢપુર, વડતાલ, અમદાવાદ, જૂનાગઢ, ધોલેરા અને ભુજધામના શ્રીહરિના દિવ્ય દર્શનની ભાવના સાથે મહારાજને જીવનની નાવડી સોંપવાની ભક્તિભાવના રજૂ કરવામાં આવી છે. 🌺
નાવડી સોંપી સહજાનંદના હાથમાં રે,
નાવડીના નાવિક બન્યા છે મહારાજ,
નાવડી સોંપી સહજાનંદના હાથમાં રે.
૧) નાવડી ગઢપુરધામ ઊભી રાખજો રે,
દર્શન ગોપીનાથ દેવના થાય,
નાવડી સોંપી સહજાનંદના હાથમાં રે.
૨) નાવડી વડતાલધામ ઊભી રાખજો રે,
દર્શન લક્ષ્મીનારાયણદેવના થાય,
નાવડી સોંપી સહજાનંદના હાથમાં રે.
૩) નાવડી અમદાવાદધામ ઊભી રાખજો રે,
દર્શન નરનારાયણદેવના થાય,
નાવડી સોંપી સહજાનંદના હાથમાં રે.
૪) નાવડી જૂનાગઢધામ ઊભી રાખજો રે,
દર્શન રાધારમણદેવના થાય,
નાવડી સોંપી સહજાનંદના હાથમાં રે.
૫) નાવડી ધોલેરાધામ ઊભી રાખજો રે,
દર્શન મદનમોહનદેવના થાય,
નાવડી સોંપી સહજાનંદના હાથમાં રે.
૬) નાવડી ભુજધામ ઊભી રાખજો રે,
દર્શન નરનારાયણદેવના થાય,
નાવડી સોંપી સહજાનંદના હાથમાં રે.
હરિ મારો આ રે જન્મ સુધારજો રે ,
ભવપાર ઉતારો મહારાજ, નાવડી સોંપી સહજાનંદના હાથમાં રે.
🛕 ગઢપુરધામ – ગોપીનાથ દેવ
🛕 વડતાલધામ – લક્ષ્મીનારાયણ દેવ
🛕 અમદાવાદધામ – નરનારાયણ દેવ
🛕 જૂનાગઢધામ – રાધારમણ દેવ
🛕 ધોલેરાધામ – મદનમોહન દેવ
🛕 ભુજધામ – નરનારાયણ દેવ
🌍 વિદેશમાં રહેતા આપણા ગુજરાતી અને સ્વામિનારાયણ ભક્તો સુધી પણ આ ભજન પહોંચે તે માટે Like, Share અને Subscribe જરૂર કરજો. ❤️
🙏 જય સ્વામિનારાયણ 🙏
તમારા માટે મહારાજનું કયું ધામ સૌથી પ્રિય છે?
💬 Comment માં જરૂર જણાવજો.
🌸 Sasu Vahu Ni Kirtan Bhakti 🌸
ગુજરાતી ભજન • કીર્તન • સત્સંગ • ભક્તિ