જિંદગીની વાસ્તવિકતા દર્શાવતું કીર્તન પૈસા નો તે પોટલો બાંધ્યો(કીર્તન લખી આપ્યું છે)ખૂણામાંતારોખાટલો
Jay Dwarikadhish Kirtan Mala
0:00 / 0:00
જિંદગીની વાસ્તવિકતા દર્શાવતું કીર્તન પૈસા નો તે પોટલો બાંધ્યો(કીર્તન લખી આપ્યું છે)ખૂણામાંતારોખાટલો
162 просмотра · 1 день назад
Jay Dwarikadhish Kirtan Mala
19,5 тыс. подписчиков
162 просмотра · 1 день назад
જય દ્વારકાધીશ! 🙏
આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ જય દ્વારકાધીશ કીર્તન માલા પર.
આજના આ વીડિયોમાં અમે રજૂ કરી રહ્યા છીએ એક અત્યંત ભાવનાત્મક, ચેતવણીરૂપ અને જીવનનું કડવું સત્ય દર્શાવતું દેશી ગુજરાતી કીર્તન: "પૈસા નો તે પોટલો બાંધ્યો, ખૂણામાં તારો ખાટલો ઢાળાય..."
જિંદગીની આ જ વાસ્તવિકતા છે, અંતે આ બધું અહીં જ રહી જવાનું છે. આ સુંદર કીર્તનના શબ્દો તમારા હૃદયને સ્પર્શી જશે અને જીવન તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલી નાખશે. જો તમને આ કીર્તન ગમે તો વીડિયોને લાઈક કરો, શેર કરો અને આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં!
🎵 કૃપા કરીને આ કીર્તન સાંભળો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો.
#GujaratiKirtan #JayDwarkadhish #DesiKirtan #ChetawaniKirtan #KirtanMala #Bhajan #GujaratiBhajan #EmotionalKirtan
રાગ.. કાનજી તારી મા કહેશે
ઘરડો થયો તોય સમજ્યો નહીં તું રામ નું નામ લેતા રે
છોકરા તારું કહ્યું ન માને તોય શિખામણ દેતો રે
ક્રોધ આવે તને ઘડી ઘડી તું રાતો પીળો થાતો રે
ક્રોધ કરે તારું કાંઈ નહિ વળે પાછળથી પસ્તાતોરે....
ઘરડો થયો તોય સમજ્યો નહીં તું રામ નું નામ લેતા રે
છોકરા તારું કહ્યું ન માને તોય શિખામણ દેતો રે
પૈસાનો તે પોટલો બાંધ્યો કોઈને કાંઈ ન દેતો રે
ઘરના વ્યવહાર હું ચલાવું એમ વારંવાર કહેતો રે...
ઘરડો થયો તોય સમજ્યો નહીં તું રામ નું નામ લેતા રે
છોકરા તારું કહ્યું ન માને તોય શિખામણ દેતો રે
જીભને સ્વાદે શીરો પુરી ના ભજીયા તો બહુ ભાવે રે
દાંત ગયા ને ચોકઠું આવ્યું સુખડી ચણા ચાવે રે
ઘરડો થયો તોય સમજ્યો નહીં તું રામ નું નામ લેતા રે
છોકરા તારું કહ્યું ન માને તોય શિખામણ દેતો રે
ખૂણામાં તારી ખાટલી ઢાળી તોય નજરું રાખતો રે
સેવા મારીકોઈ કરતું નથી એમ બધાયને કહેતો રે...
ઘરડો થયો તોય સમજ્યો નહીં તું રામ નું નામ લેતા રે
છોકરા તારું કહ્યું ન માને તોય શિખામણ દેતો રે
મારું મારું કરીને મરી જવાના સાથે ન આવે કાંઈ રે
વળાવા તારી પાછળ આવે ફૂટેલી દોણી લઈ રે....
ઘરડો થયો તોય સમજ્યો નહીં તું રામ નું નામ લેતા રે
છોકરા તારું કહ્યું ન માને તોય શિખામણ દેતો રે
સગા વાલા તારા ભેડા થઈને બરાડા બહુ પાડે રે
પેટ ભરીને લાડવા ખાશે રે બારમાના દાડે રે
ઘરડો થયો તોય સમજ્યો નહીં તું રામ નું નામ લેતા રે
છોકરા તારું કહ્યું ન માને તોય શિખામણ દેતો રે
વરસી તારી વારી જેસે દીકરા ભાગ પાડે રે
દીકરી તારી રોતી રહેશે કઈ ના આપે દાન રે...
ઘરડો થયો તોય સમજ્યો નહીં તું રામ નું નામ લેતા રે
છોકરા તારું કહ્યું ન માને તોય શિખામણ દેતો રે
હાથથી કરેલું સાથે રહેશે પુણ્યદાન તારું રે
અંતે તારી સાથે આવશે રામ પ્રભુ નું નામ રે
ઘરડો થયો તોય સમજ્યો નહીં તું રામ નું નામ લેતા રે
છોકરા તારું કહ્યું ન માને તોય શિખામણ દેતો રે
પુરુષોત્તમ ને કહેતી જાજો બાજી તારા હાથમાં રે
રામ ભજી લ્યોભવ તજીલીયો એમ વારંવાર કે તારે..