🔸 ભજન 🔸 વાલી લાગે મોહન તારી મોરલી
Gurukrupa
0:00 / 0:00
🔸 ભજન 🔸 વાલી લાગે મોહન તારી મોરલી
39 695 просмотров · 7 мес. назад
Gurukrupa
1,31 тыс. подписчиков
39 695 просмотров · 7 мес. назад
#song #bhajan #dhun #gujarati #satsang
🔸 ભજન 🔸
વાલી લાગે મોહન તારી મોરલી રે , કડવા લાગે જગતના બોલ , મીઠા લાગે મારા ગુરૂજીના વેણ, વાલી લાગે મોહન તારી મોરલી રે...
ગાય દોહવા બેસુંને મોરલીને સાંભળું રે , સૈયળુ આધા પછી જાય , વાલી લાગે મોહન તારી મોરલી રે...
ગોરસ ફેરવુંને મોરલીને સાંભળું રે , માખણ છલી છલી જાય , વાલી લાગે મોહન તારી મોરલી રે...
રસોઈ રાંઘુ ને મોરલીને સાંભળું રે , ચૂલે દાળ મારી દાઝી જાય , વાલી લાગે મોહન તારી મોરલી રે...
કડવા લાગે જગતના બોલ , મીઠા લાગે મારા ગુરૂજી ના વેણ , વાલી લાગે મોહન તારી મોરલી રે...
જલ ભરવા જાઉં ત્યારે મોરલીને સાંભળું , બેડલા છલી છલી જાય , વાલી લાગે મોહન તારી મોરલી રે...
ગોપીયું ને ભાળું ને મોરલીને સાંભળું , ગોપીઓ તો ગાંડા ઘેલી થાય , વાલી લાગે મોહન તારી મોરલી રે...
સુણજે સત્સંગ મંડળ ની વાલા વિનંતી , ઊતારજે હાથ પકડી ને ભવપાર...
કડવા લાગે જગતના બોલ , મીઠા લાગે મારા ગુરૂજીના વેણ , વાલી લાગે મોહન તારી મોરલી રે...
શ્રી રામ જય રામ જય જય રામ હરે...
✏️- જાગૃતિ પરમાર