Перейти к содержимому

KRUSHNA NO VIRAH || કૃષ્ણ નો વિરહ || JAYPAL RAVAT || new song 2026 ||#Krishna

Jaypal Ravat official

0:00 / 0:00

KRUSHNA NO VIRAH || કૃષ્ણ નો વિરહ || JAYPAL RAVAT || new song 2026 ||#Krishna

2 275 просмотров · 1 месяц назад
Jaypal Ravat official
2,07 тыс. подписчиков
2 275 просмотров · 1 месяц назад
કૃષ્ણ નો વિરહ (ગોકુળ માં કોણ હતી રાધા)... Jaypal Ravat official present.... કૃષ્ણ રાધા નો પ્રેમ પવિત્ર છે જેમાં રાધા અને કૃષ્ણ લગ્ન ના બંધન માં બંધાયા ન હોતા છતાં પણ એક બીજા ના હૃદય માં આખી જિંદગી સુધી રહ્યા ....કૃષ્ણ સોનાની નગરી દ્વારિકા નો રાજા થઈ જાય છે ....એની જોડે ઠકરાના પટરાના બધું જ હોય છે પણ એની જોડે માત્ર રાધા નથી હોતી ....કૃષ્ણ રાધા વિના કેવી રીતે દિવસો પસાર કરે કૃષ્ણ માટે રાધા શું હતી એવો કવિ પ્રશ્ન કૃષ્ણ ને પૂછે છે ...અને જવાબ માં કૃષ્ણ એવું કે છે કે સઘળો સંસાર (ગોકુળ , વનરાવન , મથુરા ને દ્વારિકા) મારો સોળે શણગાર પણ જીવતર નો જીવ એક રાધા મારો જીવ છે રાધા ..... તો આ સોંગ ને જરૂર થી નિહાળજો ...અને મિત્રો ને સારે કરજો .... જય દ્વારિકાધીશ ❤️❤️ ખરેખર પ્રેમ થી જ પરમાત્મા મળે છે જો તમારો પ્રેમ સાચો હોય તો તમારા પ્રેમી માં જ પરમાત્મા દેખાય છે ....એની અનુભૂતિ થાય છે ..જે કૃષ્ણ રાધા ના પવિત્ર પ્રેમ પરથી સમજી શકાય છે .... જય શ્રી ક્રિષ્ના ♥️ રાધે રાધે ♥️ TITLE - KRUSHNA NO VIRAH (ગોકુળ માં કોણ હતી રાધા ) SINGER - JAYPAL RAVAT LYRICS - ISHUBHAI GHADHAVI MUSIC - MIHIR SUTHAR RECORDING - RAAG STUDIO HMT POSTER & DESIGN - ARJUN MAKVANA SONASAN .. .. .. .. #krushna #krishna #lordkrishna #devotional #gokul #krishnabhajan #song #newsong2026 #bhaktisong #jaypalravat#janmastmi #radheradhe #radheshyam #radhakrishna #radharani #janmashtamispecial #shreekrishna#kaana#madhav #gokulmakonhatiradha#trending #janmastami #viral .. .. .. દ્વારિકામાં કોક તને પૂછશે કે કાન ઓલી ગોકુળ માં કોણ હતી રાધા તો શું રે જવાબ દઈશ માધા ? તારું તે નામ તને યાદ નોતું તે દીથી રાધાનું નામ હતું હોઠે... ઠકરાના પટરાના કેટલાય હતા તોય રાધા રમતી તી સાત કોઠે.. આજ રાધા વિન વાંસળીના વેણ નઈ વાગે ... શાને સોગંધ આવા ખાધા ..? તો શું રે જવાબ દઈશ માધા ? રાધાના પગલામાં વાવ્યું વનરાવન ફાગણ બનીને એમાં મહેક્યો રાધાના એક એક શ્વાસ તણે ટોડલે અષાઢી મોર બની ટહુક્યો.. આજ આઘેરા થઈ ગયા કાં રાધાને વાંસળી એવા તે શું પડ્યા વાંધા.... તો શું રે જવાબ દઈશ માધા....દ્વારિકા માં કોઈ તને પૂછશે... ઘડીક માં ગોકુળ ને ઘડીક વનરાવન ઘડીક માં મથુરાના મહેલ ઘડીક માં રાધા ને ઘડીક માં ગોપીઓ ઘડીક માં કુબ્જા સંગે ખેલ હેત પ્રીત નો રાજ ખટપટ ના ખેલ કાન સ્નેહ માં તે હોય આવા સાંધા તો શું રે જવાબ દઈશ માધા ? .. કૃષ્ણ નો જવાબ ...... ગોકુળ વનરાવન મથુરા ને દ્વારિકા પંડે છે પેરવાના વાઘા.. રાજીપો હોય તો અંગ પર ઓઢીએ નઈ તો રખાય એને આઘા.. સઘળો સંસાર મારો સોળે શણગાર પણ જીવતર નો જીવ એક રાધા .... હવે પૂછશો માં કોણ હતી રાધા ... હવે પૂછશો માં કોણ હતી રાધા હવે પૂછશો માં કોણ હતી રાધા.....