કાનો છે કજિયાળો માં તારો લાલો છે કજિયાળો🌹રોજ સવારે જમુના જળ જાતિ મા હુ નાવા🌹છાનો માનો આવે કાનો..
VASANBEN SHINGALA (વસનબેન શિંગાળા)
0:00 / 0:00
કાનો છે કજિયાળો માં તારો લાલો છે કજિયાળો🌹રોજ સવારે જમુના જળ જાતિ મા હુ નાવા🌹છાનો માનો આવે કાનો..
843 просмотра · 10 дней назад
VASANBEN SHINGALA (વસનબેન શિંગાળા)
10,8 тыс. подписчиков
843 просмотра · 10 дней назад
🌸સાખી:
હે માં જશોદા તારા લાલ ને ઠપકો હે ઠપકો દઈ ને પાછો વાળ
હે રમતા રોવડવ્યા મારા બાળ ને અને ખૂબ કરી રંજાડ
🌸કિર્તન :
કાનો છે કજીયાળો માં તારો કાનો છે કજિયાળો
હે લાલો સે કજિયાળો માં તારો લાલો છે કજીયાળો
રોજ સવારે જમના જળમાં જાતી માં હું નાવા
હે સાનો માનો આવે કાનો ગાવલડી ને પાવા
એ વસ્ત્રો મારા હરી લેતો ચડતો કદમ ડાળે કાનો છે કજિયાળો માં તારો કાનો છે
હે ગોરી લીધી ગાગર લીધી જળ ભરવા હું હાલી
હે સામા મળ્યા માવજીને ચુંદડી મારી તાણી
હે કાંકરી મારી ગોરી ફોડી પાણી નાખ્યા ઢોળી કાનો સે કજિયાળો માં તારો કાનો છે કજીયારો
હે રોજ રોજ ગોવાળીયાની ટોળી લઈને આવે
હે રેઢા મારા ઘર જાણીને સાકરું ખખડાવે
હે શીકે થી મહિડા ઉતારે ખાઈને કાનો છે કજીયાળો માં તારો કાનો છે કજીયાળો
હે મહિના માટ ભરીને હું મહિ વેચવા ને હાલી
હે સાહેલી નો સાથ નહોતો ને એકલી મુજને જાણી
હે દોડીને મારો મારગ રોકે લાકલળી ના ટેકે
કાનો છે કજિયાળો માં તારો કાનો છે કજીયાળો
હે એકલડી જાણીને એ મારગડે ઉભો રહેતો
હે ટેવ તો એવી પડી કોઈને નો જાવા દેતો
હે ગોપીઓના ગોરસ વાલો રોજ લૂંટી લેતો કાનો છે કજીયાળો માં તારો કાનો છે કજીયાળો
હે હારે તને કોઈ નથી કાના કહેવાવાળું
હે હારે તેથી કાના જોર ચાલે છે બહુ તારું
હે રોજ રોજ કાના તારે ખાવાનું પરબારુ
હે કાનો છે કજીયાળો મા તારો કાનો છે કજીયાળો
હે ધુતારા થી કંટાળી ને ગોપી આવી રાવે
હે હવે માતા કંઇક કરો ગોકુળમાં નો ફાવે
હે રોજ રોજ રમતા મારા બાળને બીવળાવે એ કાનો છે કજિયાળો માં તારો કાનો છે કજીયાળો
હે સાંજ પડી કાનો ઘેરે આવ્યો કૌતુક જોયું આવું
હે ગોપી ઊભી માં ની પાસે કરે છે મારી રાવ
હે માખણીયા તો તારા ખાવું ભલે કરે મારી રાવ
હે કાનો છે કજિયાળો માં તારો કાનો છે કજીયાળો
હે કાન પકડીને માફી માંગી ચૌદ ભુવન ના નાથે
હે માખણીયા ખવડાવજે ગોપી મને તારા હાથે
હે આખા ગોકુળિયામાં ગોપી તું તો મને બહુ વ્હાલ�