Перейти к содержимому

Mata Achiranandan ! Bhavesh jain!jain stavan

Bhavesh Jain production

0:00 / 0:00

Mata Achiranandan ! Bhavesh jain!jain stavan

578 просмотров · 3 недели назад
Bhavesh Jain production
255 подписчиков
578 просмотров · 3 недели назад
માતા અચિરાનંદન ભાવે ભેટું આપને રે અચિરા મારા કરવા ભવદુઃખના સહુ ભેદ વિનવું કરજોડીને નાથ નિહાળી આપને રે મોપે કિરપા કરીને દૂર કરો ભવ કેદ... માતા...૦૧ અંતર પથમાં આવી આપ મને સંભાળજો રે, બબ્બરકોટ નગરના ભૂષણ હે ભગવાન મુજને સેવક કરીને રહેમ નજર નિહાળજો #bhavesh_ #jain_stavan રે, આપો આપો મુજને સાહિબ સાચી શાન છે બહિરાત્મ દશામાં આતમ મારો પાપીઓ રે માતા...૦૨ આપની કિરપા વિણ તે પાવન શી રીતે થાય પાવન થાવા આવ્યો, નાથ તમારા આંગણે રે રહેમ નજરે નિહાળો તો ભવદુઃખ સહુ જાય... માતા...૦૩ તારી કૃપા અનોખી ને છે અનેરી મેં સુણી રે કૃપા દૃષ્ટિ સ્વીકારે ભવિક બની જે દાસ કાળ કરમને નિયતિ પાકે તારા યોગથી રે. આપ સ્વભાવને વરવા પામે ભાવૌલ્લાસ... માતા...૦૪ તારી કૃપાથી પાકી નિયતિ તું મુજને મળ્યો રે, માનવભવ શુભ યોગે આપના દર્શન આજ, મીઠો લાગ્યો મુજને માલિક તુ મનથી ખરો રે મળશે મળશે મુજને આપ થકી શિવરાજ.. માતા...૦૫ પ્રેમ તમારો પરગટ, અંતર આતમ ભાવનો રે કારણ ત્રિભુવનભાનુ આજ કીધો મેં આપ ધર્મજિતેશ્વર અંતર ગદગદ પુલકિત તે કીધો રે જગવલ્લભના ટાળ્યા, તાપ સંતાપને પાપ... માતા...૦૬ અંતર જાગૃતિ લબ્ધિયોગ વશે હું માગતો રે ભવજંજીરથી મુક્તિ મંજિલમાં મુજ વાસ અબ તો દાન કરો અપ્રમાદ દશાનું સાહિબા રે, જેથી પહોંચી વરું હું તારો શુભ સહવાસ... માતા...૦૭ #jainism #jaindharm #jainmandir #jainstavan #bhaveshjain #jainbhajan #jainbhakti #palitana #adinath #jainreligion #Sankeshwar #girnar