કદી નહિ રે જાણેલી કદી નહિ રે માણેલી | Kadi Nahi Re Janeli Kadi Nahi Re Maneli | ગુજરાતી ભજન SMM 138
Shyam Mahila Mandal Navsari
0:00 / 0:00
કદી નહિ રે જાણેલી કદી નહિ રે માણેલી | Kadi Nahi Re Janeli Kadi Nahi Re Maneli | ગુજરાતી ભજન SMM 138
62 471 просмотр · 5 лет назад
Shyam Mahila Mandal Navsari
83 тыс. подписчиков
62 471 просмотр · 5 лет назад
Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari.
-- "ભજન નીચે લખેલું છે" --
:
શ્યામ મહિલા મંડળ, નવસારી
Application: https://play.google.com/store/apps/de...
Website : http://smm.tss.ai/
Facebook : / shyammahilamandal
Instagram : / shyammahilamandal
:
#GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandalnavsari, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri2020, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on
:
નહિ રે જાણેલી કદી નહિ રે માણેલી
જેની ગોઠડી તોડાય નહિ તોડી રે
સંતો રે એવી કૃષ્ણ-સુદામાની જોડી (૨)
દ્વારિકાના નાથનો ઊંચેરો મહેલ છે
દીન રે સુદામો આવી બારણે ઊભેલ છે
હે... વ્હાલો ઝૂલે હિંડોળા ખાટ
રાણી રુક્ષ્મણીની સાથ
ત્યાં તો જાણી એની વાત
સુદામો જુએ હરિની વાટ (૩)
આવે શામળીઓ સામેથી દોડી રે દોડી રે એવી...
સંતો રે એવી કૃષ્ણ-સુદામાની (૨)
સાથબી નિહાળીને સુદામો શરમાય છે
તાંદુલની પોટલી દેતાં ખચકાય છે
હે... વ્હાલો જાણી જાણી જાય
શું એનાથી કઈ છુપાય
તો યે પૂછે મારા ભાઈ
શું દેતા તુ શરમાય (૩)
દઈ દે અણમોલ ભેટ જીદ તોડી રે તોડી રે
સંતો રે એવી કૃષ્ણ-સુદામાની...
પોટલીમાં બાંધીને લાવ્યો છું ગરીબી
બતલાવું કેમ કરી મારી કમનસીબી
હે... છુપાવું તારાથી એ સાવ
મારી પીડાના કઈં ઘાવ
મારા આસુંડાના ભાવ (૩)
તને સમજાવું કેમ કાર જોડી રે જોડી રે એવી...
સંતો રે એવી કૃષ્ણ-સુદામા
પોટલીને પ્રેમથી એમ આંચકી લીધી
લઇ લીધી ભેરૂની જાણે આપદા બધી
હે... વ્હાલો રાજી રાજી થાય
બુકડે બુકડે તાંદુલ ખાય
કૌતુક જોનારાને થાય
એવુ શું છે તાંદુલ માય (૩)
માધવ મૂલવે મીડપ હાથ જોડી રે જોડી રે એવી
સંતો રે એવી...
કહેવા જે આવીયો તે બોલી ના શકાયુ
શામળાની સામે મન ખોલી ના શકાયુ
શામળાથી છૂપે ના કંઈપણ છુપાવ્યું
માગ્યા વિના એ તો સઘળુ અપાવ્યું
હે... સુદામો નિજ નગરી જાય
ઝુંપડી મહેલ મહી પલટાય
મોતી માણેક ચોક વેરાય
ધનના ભંડારો છલકાય
અચરજ સુદામાને થાય
પત્ની રાજરાણી દેખાય
છોકરા રાજકુંવર થઇ જાય
સુદામો આંખે ભીના થાય
સઘળે મનમોહન દેખાય
સુદામો ઓગળતો રે જાય
કણ કણ માઘવમાં સમાય (૩)
જીવ શિવમાં ભરાયો ભ્રમ તોડી રે તોડી રે
સંતો રે એવી...