ભીમે કરી એકાદશી રે (કીર્તન લખેલું નીચે આપ્યું છે)-વસંતબેન
Nimavat Vasantben
0:00 / 0:00
ભીમે કરી એકાદશી રે (કીર્તન લખેલું નીચે આપ્યું છે)-વસંતબેન
708 698 просмотров · 5 лет назад
Nimavat Vasantben
249 тыс. подписчиков
708 698 просмотров · 5 лет назад
ભીમે કરી એકાદશી રે એ તો નદીએ ન્હાવા જાય રે ,
આગળ નો પંથ ભૂલી ગયો,
હાં રે વન વગડે અથડાય રે ભીમે કરી એકાદશી.....
ચાલતા ચાલતા થાકી ગયો રે આવ્યો સરિતા ની પા જો,
આછા નીર ને વેણ સાંકડા,
હા રે તેથી થયો ઉદાસ રે રે ભીમે કરી એકાદશી.....
ભીમે તે મનમાં વિચારીયું રે,વીતે સ્નાન કેરો કાળ રે,
સરિતા માં આડો સુઈ ગયો,
હાં રે જાણે બાંધી દીધી પાળ રે ભીમે કરી એકાદશી.....
કાંઠે તે દેવળ મહાદેવ નું રે,પાણી પેઠું છે ત્યાંય રે,
પાર્વતીજી પૂછે મહાદેવ ને,
હાં રે આ તે શું રે કહેવાય રે ભીમે કરી એકાદશી.....
નહિ વાદળ નહિ વીજળી રે,નહિ વર્ષા નું નામ રે,
ઓચિંતા ના નીર આવિયા,
હા રે સ્વામી હમણાં ડૂબશે ધામ રે ભીમે કરી એકાદશી.....
મહાદેવ કહે સતી સાંભળો રે,ત્યાં નહાય છે મારો ભક્ત રે,
સરિતા માં આડો સુઈ ગયો
હા રે બની ન્હાવા આસક્ત રે ભીમે કરી એકાદશી.....
એવો તે ભક્ત કેવો હશે રે,મને બતાવો મહાદેવ રે,
ગૌરી થયા ત્યાં તો ગાવડી,
હા રે વાઘ થયા મહાદેવ રે ભીમે કરી એકાદશી.....
ઊંચું કરીને પૂછડું રે,આગળ દોડે છે ગાય રે,
પાછળ પડ્યો છે વાઘ કારમો,
હા રે એ તો ભીમ પાસે જાય રે ભીમે કરી એકાદશી.....
ભીમે તે મનમાં વીચારીયુ રે,વાઘ મારે છે ગાય ને,
પકડી લીધું વાઘનું પૂછડું,
હા રે રોકી લીધો છે ત્યાંય રે ભીમે કરી એકાદશી.....
વાઘે તે પંજો મારિયો રે,તેના ડાબા પડખા માય રે,
પડખું ચિરાયુ ભીમનું,
હા રે રક્ત ધારા વહી જાય રે ભીમે કરી એકાદશી.....
ક્રોધે ભરાયો ભીમ આકળો રે,ઉભો થયો છે ત્યાંય રે,
પૂછડું પકડીને વાઘને ફેરવ્યો ,
હાં રે કરે મારવા વિચાર રે ભીમે કરી એકાદશી.....
વાઘ ત્યાં તો અદ્રશ્ય થયો રે,ખાલી વીંઝે છે હાથ રે,
વિસ્મય પામીને ભીમ જોઈ રહ્યો,
હા રે ત્યાં તો પ્રગટ્યા મહાદેવ રે ભીમે કરી એકાદશી.....
પાય પડીને ભીમ બોલિયો રે,ધન્ય ધન્ય ભોળાનાથ રે,
ઓચિંતા ના દર્શન આપીયા,
હા રે પેલો વાઘ ન આવ્યો હાથ રે ભીમે કરી એકાદશી.....
પડખું ચીરીને નાસી ગયો રે,એને મારી નાંખું ઠાર રે,
મહાદેવે હાથ ફેરવ્યો,
હા રે આનંદ અપાર રે ભીમે કરી એકાદશી.....
વજ્ર સમાન પડખું થયું ને,બધું શમી ગયું દુઃખ રે,
પ્રસન્ન થઈને ભીમ બોલિયો,
હા રે હવે મને લાગી ભૂખ રે ભીમે કરી એકાદશી.....
મહાદેવ કહે સતીના દીકરા રે,આજે અન્ન ના લેવાય રે,
આજે છે નિર્જળા એકાદશી
હાં રે તેથી જળ ના પીવાય રે ભીમે કરી એકાદશી.....
આજે કરીશ એકાદશી રે,કાલે ઘણું ઘણું ખાઈશ રે,
એકાદશીના પ્રતાપથી,
હા રે બહુ બળવંતો થઈશ રે ભીમે કરી એકાદશી.....
ભીમે કરી છે એકાદશી રે,નવ કર્યા જલપાન રે,
મહાદેવજી એ પ્રસન્ન થઇ,
હા રે આપ્યું ભીમ અગિયારસ નામ રે ભીમે કરી એકાદશી.....
દ્વાદશી એ લાડુમાં ઝેર ભેળવ્યું રે,કરી કૌરવો એ રીસ રે,
એકાદશી ના પ્રતાપથી,
હા રે એને વ્યાપ્યું નહિ વિષ રે ભીમે કરી એકાદશી.....
ગાય શીખે ને સુણો સાંભળે રે,એનો હોય વ્રજમાં વાસ રે,
જે કરે બારેમાસ એકાદશી,
હા રે એની શંભુ પુરે આશ રે ભીમે કરી એકાદશી.....
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ