ગણપતિના લગનીયા લેવાય હરખ નથી માતો - (કિર્તન લખેલું નીચે છે)#ગણપતિઉત્સવ2025
Nimavat Vasantben
0:00 / 0:00
ગણપતિના લગનીયા લેવાય હરખ નથી માતો - (કિર્તન લખેલું નીચે છે)#ગણપતિઉત્સવ2025
25 099 просмотров · 1 год назад
Nimavat Vasantben
248 тыс. подписчиков
25 099 просмотров · 1 год назад
હારે મારા ગણપતીના લગનીયાં લેવાય
હરખ નથી માતો
શિવજી તો હિમાલયમા તપ કરવા ગયાં છે
બધા દેવો તો સભામાં ગયાં છે
હારે મારા વેવાય સાથે કરવી મીઠી વાત
હરખ નથી માતો
નંદીતો શિવજીની સાથે ગયાંછે
કાર્તિકજી તો રિસાય ગયાં છે
હારે મારા વેવાય વેલા જાણી જાશે વાત
હરખ નથી માતો
મોટા નંળદને વેલા તેડાવશું
ઓખા તે બેનને તેના સાસરેથી તેડાવશું
હારે અમારે માં દીકરી ને કરવી મીઠી વાતો રે
હરખ નથી માતો
બધા દેવોને નોતરાં દેવરાવશું
બધી દેવીઓ ને સાંજે તેડાવશું
હારે મારા ગણપતીની સાંજી ગવાય રે
હરખ નથી માતો
ડાકોરથી કાળીયા ઠાકોર ને તેડાવસુ
અષ્ટ પટરાણીઓ ને સાથે તેડાવસુ
હારે ઈતો ભરીલાવ્યાં ફ્ટાણીફાટ રે
હરખ નથી માતો
કૈલાસ પર્વત પર મંડપ રોપાવશું
બધા દેવોની પૂજા રખાવસુ
હારે મારા ગણપતીની જાડી જોડશું જાન રે
હરખ નથી માતો
રિધ્ધી સિધ્ધીને અમે તેડી રે આવશુ
બધી જાનડીયું મંગળીયા ગાસે
હારે મારા ગણપતીના માયરા થાય રે
હરખ નથી માતો
સાકાર નો કંસાર એના સાસુજી પીરસે
રિદ્ધિ સિદ્ધિ ને ગણેશ કંસાર આરોગશે
હારે મારા પાર્વતી ને હરખ ના સમાય
હરખ નથી માતો
લસપસતા લાડુ મારા વેવાયો જમાડશે
એકબીજાનાં મોઢામાં મેલસે
હારે મારા હૈયાં સાથે હૈયું મળી જાય રે
હરખ નથી માતો
રિદ્ધિ સિદ્ધિ ને અમે વધવા જાસુ
બધી જાનડિયું સામૈયા કરશે
હારે મારા ગણપતીના પોખણાં થાય રે
હરખ નથી માતો
કુમકુમ ની પગલી રિદ્ધિ સિદ્ધિ દેવ પાડશે
પગલી પાડેને આખું બ્રહમાંડ ગાજે
હારે મારા ભોળાનાથ ને હરખ ના સમાય રે
હરખ નથી માતો
ગણપતીના લાગનિયા જે કોઈ ગાશે
તેના ઘરે રિધ્ધી સિધ્ધી બિરાજશે
હારે તેનું ઘર મંદિર બની જાય રે
હરખ નથી માતો
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ