06/11/2026 || Shubh Kalash Sthapan || Brahma Kumaris || Peace Palace, Rajdhani Township, Mehsana
Bk Mehsana
0:00 / 0:00
06/11/2026 || Shubh Kalash Sthapan || Brahma Kumaris || Peace Palace, Rajdhani Township, Mehsana
1 029 просмотров · 19 ч назад
Bk Mehsana
5,04 тыс. подписчиков
1 029 просмотров · 19 ч назад
🌸 પીસ પેલેસમાં શુભ કળશ સ્થાપનનો પાવન મંગલ પ્રસંગ 🌸
મહેસાણા | તા. 06/11/2026 | શુક્રવાર | સવારે 10:00 થી 11:00 કલાકે
ધનતેરસની પાવન અને સ્વર્ણિમ પ્રભાતે મહેસાણાના રાધનપુર રોડ સ્થિત રાજધાની ટાઉનશીપમાં બ્રહ્માકુમારીઝના નવનિર્મિત ભવન ‘પીસ પેલેસ’ ખાતે શુભ કળશ સ્થાપનનો અલૌકિક અને મંગલમય પ્રસંગ અત્યંત હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો.
આદરણીય રાજયોગિની બ્રહ્માકુમારી સરલાદીદી અને નિલમદીદીના વરદ હસ્તે શુભ કળશની સ્થાપના કરવામાં આવી. આ પાવન અવસરે મહેસાણા સબઝોનનાં સર્વ નિમિત્ત ટીચર્સ બહેનો તથા મહેસાણાના બી.કે. ભાઈ-બહેનોની ભાવભરી ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને દિવ્યતા, પ્રેમ અને આધ્યાત્મિક ઊર્જાથી ભરી દીધું.
સૌએ એકાગ્રચિત્તે પરમાત્માની યાદમાં સ્થિત થઈ શક્તિશાળી શુભ સંકલ્પો અને પવિત્ર વાઇબ્રેશનથી ભવનના ખૂણે-ખૂણાને સંપન્ન બનાવ્યું. આ નવનિર્મિત ભવન અનેક આત્માઓના જીવનમાં શાંતિ, સુખ અને દિવ્ય પરિવર્તન લાવવાનું નિમિત્ત બને તેવી અંતરના ભાવથી શુભકામનાઓ વ્યક્ત કરી.
કળશ સ્થાપનની મંગલવિધિ બાદ આદરણીય દીદીઓએ સર્વને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી તથા પરમાત્મ પ્રસાદથી સૌને ભાવવિભોર કર્યા. સમગ્ર પ્રસંગ દરમિયાન સૌનાં ચહેરા પર દિવ્ય ઉમંગ, ઉત્સાહ અને ખુશીની લહેર છવાઈ રહી.
આ અવસ્મરણીય પાવન પ્રસંગના સાક્ષી બનવા મહેસાણા સબઝોનનાં આશરે 200 બી.કે. ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
✨ બાબાની છત્રછાયા, દીદીઓના વરદ હસ્ત અને સર્વના શુભ સંકલ્પોથી ‘પીસ પેલેસ’માં એક નવી દિવ્ય સેવાના અધ્યાયનો મંગલ પ્રારંભ થયો.
🙏 ઓમ શાંતિ 🙏