Перейти к содержимому

આજ સખી આનંદની હેલી | જેરામ બ્રહ્મચારી | Shree Swaminarayan Kirtan | New, calm and Peaceful Kirtan

Dil Se Sanatani

0:00 / 0:00

આજ સખી આનંદની હેલી | જેરામ બ્રહ્મચારી | Shree Swaminarayan Kirtan | New, calm and Peaceful Kirtan

42 019 просмотров · 5 месяцев назад
Dil Se Sanatani
1,3 тыс. подписчиков
42 019 просмотров · 5 месяцев назад
🙏 આજ સખી આનંદની હેલી – શ્રી સ્વામિનારાયણ ભગવાનનું સુંદર કીર્તન 🙏 આ કીર્તન સાંભળવાથી મનમાં શાંતિ, આનંદ અને ભક્તિનો અનુભવ થાય છે. સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય દર્શન જેવી અનુભૂતિ માટે જરૂર સાંભળો. Lyrics: પદ - ૧ 0:22 આજ સખી આનંદની હેલી, હરિમુખ જોઈને હું થઈ છું રે ઘેલી; મહા રે મુનિના ધ્યાનમાં ના’વે, તે રે શામળિયોજી મુજને બોલાવે. ૧ જે સુખને ભવ બ્રહ્મા રે ઇચ્છે, તે રે શામળિયોજી મુજને રે પ્રીછે; ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠાં મળ્યા અક્ષરવાસી. ૨ તપ રે તીરથમાં હું કાંઈ નવ જાણું, સહેજે સહેજે હું તો સુખડાં રે માણું; જેરામ કહે સ્વામી સહેજે રે મળિયા, વાતની વાતે વા’લો અઢળક ઢળિયા. ૩ પદ - ૨ 2:22 મહેર કરી મારે મંદિર આવ્યા, થાળ ભરીને મોતીડે વધાવ્યા; આનંદ અંગ ન માય મારી બેની, હરિવર ભેટતાં લજ્જા રે શાની. ૧ દુરિજન મન રે માને તેમ કહેજો, સ્વામીજી મારા રુદિયામાં રહેજો; જે રે જોઈએ તે માગજો માવા, ત્રિકમ તમને હું નહિ દઉં જાવા. ૨ મુખથી રે ઝાઝું શું કહી દાખું, હરિવર મારા રુદિયામાં રાખું; કોણ રે પુણ્યે હું હરિવર પામી, ભલે મળ્યા જેરામના સ્વામી. ૩ પદ - ૩ 4:16 પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે, સ્વામિનારાયણ મળિયા રે ત્યારે; નેણે મોહનવર નીરખ્યા જ્યારે, પૂરણકામ થયું મારું ત્યારે. ૧ પ્રેમે કરી મંદિર પધરાવ્યા, શ્યામ સુંદરવર મનડે રે ભાવ્યા; નીરખી નારાયણ મૂર્તિ જ્યારે, ત્રિવિધ તાપ ટળ્યા મારા ત્યારે. ૨ કેસર ચંદન ચરચ્યું છે ભાલે, હસતાં સુંદર ખાડા પડે છે ગાલે; કાનુમાં કુંડળ મકરાકાર શોભે, જેરામ કહે મન જોઈ જોઈ લોભે. ૩ પદ - ૪ 6:06 શિર પર કેશ શોભે અતિ સારા, મોહનવર મારી આંખોના તારા; ભૃકુટિ કુટિલ શોભી રહી સારી, જોઈ જોઈ મોહી સર્વે વ્રજનારી. ૧ હાર હૈયામાં પહેર્યા વનમાળી, ભ્રમર આવે તીયાં સુગંધ ભાળી; બે સ્તન શ્યામ શોભે અતિ સારાં, જાણે ઊગ્યા આકાશમાં તારા. ૨ નાભિ નૌતમ ઊંડી છે ભારી, બ્રહ્મા બેસે ત્યાં આસન વાળી; જાનું જુગલ શોભે અતિ સારા, જેરામ કહે દેખે દાસ તમારા. ૩ 🎧 શ્રેષ્ઠ અનુભવ માટે હેડફોનથી સાંભળો 🔔 વધુ કીર્તનો માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો #swaminarayan #BhaktiSong #swaminarayanbhagwan #gujaratibhajan #swaminarayankirtan #nityaniyam #ghanshyammaharaj #shreeswaminarayangadi