Перейти к содержимому

#Bhuj || સસ્તા સોનાની લાલચ આપી લાખો રૂપિયાની ઠગાઈ કરનારા બાપ બેટા સહિત ચાર આરોપી ઝડપાયા...

KUTCH KANOON AND CRIME NEWS

0:00 / 0:00

#Bhuj || સસ્તા સોનાની લાલચ આપી લાખો રૂપિયાની ઠગાઈ કરનારા બાપ બેટા સહિત ચાર આરોપી ઝડપાયા...

1 838 просмотров · 1 мес. назад
KUTCH KANOON AND CRIME NEWS
39,2 тыс. подписчиков
1 838 просмотров · 1 мес. назад
#સસ્તા સોનાની લાલચ આપી ૩૨ લાખની ઠગાઈ... #LCBએ ગણતરીના કલાકોમાં ૪ આરોપીઓને ઝડપી પાડ્યા... #સસ્તું સોનું આપવાની લાલચ આપી ઠગાઈ કરનાર સંગઠિત ટોળકી સામે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક કાર્યવાહી કરી છે. ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ગણતરીના કલાકોમાં ચાર આરોપીઓને ઝડપી પાડી ઠગાઈના ૩૩ લાખ રોકડા રિકવર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ૨૮ ઓગસ્ટના રોજ ગુનો નોંધાયો હતો. જે ગુનાની તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર એચ.આર. જેઠીને સોંપવામાં આવી હતી. પશ્ચિમ કચ્છ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર એ.એમ. મકવાણા અને પીએસઆઈ એચ.આર. જેઠીએ આરોપીઓને ઝડપી પાડવા ટીમને સૂચના આપી હતી. દરમિયાન LCBના કર્મચારીઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ સમયે રણજીતસિંહ જાડેજા અને જયદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં મહમદહનીફ ઉર્ફે મીઠીયો નુરમામદ સોઢા, રહે. રહીમનગર, ઉસ્માની મસ્જિદ પાસે, ભુજ... અલીમામદ નુરમામદ સોઢા, રહે. રહીમનગર, ઉસ્માની મસ્જિદ પાસે, ભુજ... અમીન મહમદહનીફ ઉર્ફે મીઠીયો સોઢા, રહે. રહીમનગર, ઉસ્માની મસ્જિદ પાસે, ભુજ... અને અબ્દુલ્લા ઉર્ફે અબ્દલ મીસરી ઉર્ફે જાની સુમરા, રહે. દહીસરા, તા. ભુજની ઝડપી પાડ્યા છે... આરોપીઓ પાસેથી રિકવર કરાયેલ મુદ્દામાલમાં રોકડા રૂપિયા ૩૨ લાખ, ૨૫ હજારના ૫ મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે... #સમગ્ર મામલે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં ASI શ્યામભાઈ ગઢવી તથા હેડ કોન્સ્ટેબલ કાનજીભાઈ ડોડીયા, રણજીતસિંહ જાડેજા અને જયદેવસિંહ જાડેજાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. #youtubenews #newschannel #politicnews #crime_news #newschannel #samachar #newstoday #newsheadlines #Social #media #gujratnews #Breakingnews #dailynews #dailynewsupdate #dailynewstelevision #mundranews #bhujnews #abadasanews #nakhtrananews #anjarnews #bhachaunews #gandhidhamnews #raparnews #mandvinews #samachar #kkccrimenews #kutchkanoonandcrime #kkcnews #kkc crime news #kutchnews_channel #kutch_news_today #kutch_news live #kutch_breaking_news #gandhidham_news #bhuj_news #mundra_news #mandvi_news #anjar_news #nakhtrana_news #abadasa_news #bhachau_news #rapar_news #kutch_gujarat_news #kutch_samachar #breaking_news #daily_news_update #today_news_headlines #latest_news #crime_news #political_news #social_media_news #accident_news #local news_update #gujarati_news #gujarati_samachar #gujarat_news #kutch_gujarati_news #gujarati_breaking_news #gujarat_latest_news news_channel #youtube_news #trending_news #viral_news #top_news today #news_update_live