Перейти к содержимому

એકજ માટી ને એક ચાકળો રામ | Ekaj Mati Ne Ek Chakalo Ram | Renuka Patel | Gujarati Bhajan લખેલું છે

Renuka Patel Official

0:00 / 0:00

એકજ માટી ને એક ચાકળો રામ | Ekaj Mati Ne Ek Chakalo Ram | Renuka Patel | Gujarati Bhajan લખેલું છે

50 881 просмотр · 3 месяца назад
Renuka Patel Official
43,7 тыс. подписчиков
50 881 просмотр · 3 месяца назад
એકજ માટી ને એક ચાકળો રામ | Ekaj Mati Ne Ek Chakalo Ram | Renuka Patel | Gujarati Bhajan 2026 🙏 એકજ માટી ને એક ચાકળો રામ 🙏 કુંભાર એક જ માટીમાંથી માટલું, કોળિયું, પ્યાલી અને અનેક પ્રકારના વાસણો બનાવે છે. તેવી જ રીતે પરમાત્મા પણ એક જ માટીમાંથી જુદા જુદા સ્વભાવ, રૂપ અને ગુણવાળા મનુષ્યોનું સર્જન કરે છે. આ સુંદર તત્વજ્ઞાનને વ્યક્ત કરતું હૃદયસ્પર્શી ગુજરાતી ભજન. 🎤 Singer: Renuka Patel 🎹 Music: N.C.Patel 🎬 Video Editing: N.C.Patel 📺 Channel: N C Patel Official 🌿 ભજન ગમે તો Like, Share અને Channel Subscribe કરવાનું ભૂલશો નહીં. #EkajMatiNeEkChakaloRam #RenukaPatel #NCPatel #GujaratiBhajan #GujaratiBhaktiGeet #KrishnaBhajan #DhunMandalKirtan #Bhajan2026 #GujaratiDevotional #BhaktiSong #GujaratiSong #NCPatelOfficial #LatestGujaratiBhajan #SpiritualSong #BhajanKirtan, Ekaj Mati Ne Ek Chakalo Ram, એકજ માટી ને એક ચાકળો રામ, Renuka Patel Bhajan, Gujarati Bhajan, Gujarati Devotional Song, Krishna Bhajan Gujarati, Dhun Mandal Kirtan, Gujarati Kirtan, Bhakti Geet, Gujarati Santvani, Latest Gujarati Bhajan 2026, Gujarati Religious Song, Krishna Song Gujarati, Gujarati Spiritual Music, Bhajan Video, Gujarati Folk Bhajan, Ram Bhajan Gujarati, Traditional Gujarati Bhajan કિર્તન એક જ માટીને એક ચાકડો રે રામ વાલો બેઠો ઘડે જુદા ઘાટ જો એક જ માટીને એક ચાકડો રે રામ ઘડ્યા કુંભારને ઘડ્યા વાણીયા રે રામ ઘડી વાલે નાગરોની નાત જો એક જ માટીને એક ચાકડો રે રામ ઘડ્યા સાધુને ઘડ્યા બ્રાહ્મણો રે રામ ઘડ્યા વાલે પંડિતો અપાર જો એક જ માટીને એક ચાકડો રે રામ ઘડ્યા સુથારને ઘડ્યા સોનીડા રે રામ ઘડ્યા છે કાઈ પટેલને દરબાર જો એક જ માટીને એક ચાકડો રે રામ ઘડ્યા માળીને ઘડ્યા મોચીડા રે રામ ઘડ્યા છે કાઈ ભંગીને હરિજન જો એક જ માટીને એક ચાકડો રે રામ ઘડ્યા આહીરને ઘડ્યા વાણીયા રે રામ ઘડ્યા વાલે અઢારે વરણ જો એક જ માટીને એક ચાકડો રે રામ નથી અભડાતો એનો ચાકડો રે રામ નથી જુદા લોહી કેરા રંગ જો એક જ માટીને એક ચાકડો રે રામ એક જ ડાળીના સૌ પંખીડા રે રામ એક જ  પંથે છે હાલનાર જો   નથી અભડાતો એનો ચાકડો રે રામ સૂર્ય ઉગે છે આકાશમાં રે રામ તેજ એના સૌને છે સમાન જો સુરજ ઉગે છે ગામો ગામમાં  રે રામ નથી અભડાતો એનો ચાકડો રે રામ એક જ પૃથ્વી છે તારા પગલે રે રામ નાના મોટા સૌનો જીલે ભાર જો નથી અભડાતી માતા પૃથ્વી રે રામ અનાજ આપે છે માતા ધરતી રે રામ ધરતી નથી રાખતી ભેદભાવ જો માતાને સરખા સૌ માનવી રે રામ એક જ ગગનના વર્ષે મેહુલા રે રામ ધરતી માથે વર્ષે એના નીર જો નથી અભડાતી પેલી વાદળી રે રામ મેહુલિયો વર્ષે આખા જગમાં રે રામ નદીમાં વહે એના નીર જો નથી સમંદર કદી છલકતો રે રામ એક જ માટીને એક ચાકડો રે રામ ઘડ્યા એના જુદા જુદા ઘાટ જો નથી અભડાતો એનો ચાકડો રે રામ