સાંભળતા જ મોજ પડી જાય એવું કીર્તન નીચે લખેલ છે 👇 શેરીયુ શણગારો રે શામળિયો આવ્યો 🌹 ફુલડા વેરાવો રે ..
Nayna Dobariya
0:00 / 0:00
સાંભળતા જ મોજ પડી જાય એવું કીર્તન નીચે લખેલ છે 👇 શેરીયુ શણગારો રે શામળિયો આવ્યો 🌹 ફુલડા વેરાવો રે ..
993 просмотра · 3 ч назад
Nayna Dobariya
5,55 тыс. подписчиков
993 просмотра · 3 ч назад
Like, share, comment, subscribe અમે આશા રાખીએ છીએ કે, આપ સૌને આ કીર્તન ગમશે અને જો આપને ગમ્યું હોય તો તમારા મનગમતા લોકો સુધી અચૂક શેર કરજો, તમારી કોમેન્ટસની અમે રાહ પ્રતીક્ષા કરીશું.
આનંદમાંણો અને અમારી સાથે જોડાયેલા રહો!
કીર્તન નીચે લખેલું છે
શેરીયુ શણગારો રે શામળિયો આવ્યો
ફૂલડા વેરાવો રે શામળિયો આવ્યો
તોરણીયા બંધાવો રે શામળિયો આવ્યો
મોતીડે વધાવો રે શામળિયો આવ્યો
ચોખલી એ વધાવો રેશામળિયો આવ્યો
માથે લીધો ટોપલો ને મલપતી હાલુ જો
માલણ બનીને મળવા જાવ રે શામળિયો આવ્યો... શેરીયુ શણગારો રે...
શામળિયો આવી મારી સીમડીએ ઉતર્યો જો
કેમ કરીને જોવા જાવ શામળિયો આવ્યો
માથે લીધી મટકી ને મલપતી હાલુ જો
મૈયારણ બનીને મળવા જાવ રે શામળિયો આવ્યો... ફૂલડા વેરાવો રે...
શામળિયો આવી મારા ગાયને ગોંદરે ઉતર્યો જો
કેમ કરીને જોવા જાવ શામળિયો આવ્યો
હાથમાં લીધી લાકડી ને ખંભે લીધી કામળી
ગોવાળીયો બનીને મળવા જાવ રે શામળિયો આવ્યો... તોરણીયા બંધાવો રે...
શામળિયો આવી મારા કુવા કાઠે ઉતર્યો જો
કેમ કરીને જોવા જાવ શામળિયો આવ્યો
માથે લીધું બેડલું ને લાંબી કાઢી લાજ જો
શકુબાઇ બનીને મળવા જાવ રે શામળિયો આવ્યો... મોતીડે વધાવો રે...
શામળિયો આવી મારા આંગણિયામાં ઉતર્યો જો
કેમ કરીને જોવા જાવ શામળિયો આવ્યો
હાથમાં લીધા માખણીયા ને મલપતી હાલું જો
જશોદા બનીને જોવા જાવ રે શામળિયો આવ્યો... ચોખલિયા વધાવો રે...
શામળિયો આવી મારી હવેલીમાં ઉતર્યો જો
કેમ કરીને જોવા જાવ શામળિયો આવ્યો
ચાર પાંચ દીવા મે ઘી ના પ્રગટાવ્યા જો
આરતી ઉતારું રે શામળિયો આવ્યો... મોતીડે વધાવો રે...
શેરીયુ શણગારો રે શામળિયો આવ્યો
જય શ્રી કૃષ્ણ 🙏 🙏 🙏 રાધે રાધે 🙏 🙏 🙏