કીર્તન લખેલછે🌹રાધા માટે કાનો હારલો ઘડાવે છે🌹ગોકુળમાં આવી વાલો ગોવાળરૂપ ધરી ગોવાળીયા સાથે લીલા કરે છે
VASANBEN SHINGALA (વસનબેન શિંગાળા)
0:00 / 0:00
કીર્તન લખેલછે🌹રાધા માટે કાનો હારલો ઘડાવે છે🌹ગોકુળમાં આવી વાલો ગોવાળરૂપ ધરી ગોવાળીયા સાથે લીલા કરે છે
12 238 просмотров · 1 г. назад
VASANBEN SHINGALA (વસનબેન શિંગાળા)
10,9 тыс. подписчиков
12 238 просмотров · 1 г. назад
પહેલું સુંદર કીર્તન🌹મારો વાલો રાધા માટે હારલો ઘડાવે છે
બીજું સુંદર કીર્તન🌹ગોકુળમાં ગોપબાળ સંગે ગોવાળ રૂપ ધર્યા મારે વાલે 🌹 નત નવી લીલા કરે છે મારો વાલો 🌹🌹🌹
🌹🌹🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹🌹
( ૧ )
🌹 વનમાં મોહનજી ગાયો ચારવા ગયા હતા
રાધાજી રડતા દીઠા રે હો હો મોહનજી
🌹સિદ ને રૂવો છો તમે રાધા રાણીજી
જે રે જોઈએ તે માંગી લ્યો ને હો હો મોહનજી
🌹 દેરાણી ને ટીલડી જેઠાણી ને ટીલડી
એવો અમને હારલો ઘડાવો રે હો હો મોહનજી
🌹ચોટીલા શહેર થી સોનું મંગાવો
સુરત શહેરના હીરા રે હો હો મોહનજી
🌹કયો સોની ઘડશે ને કયો સોની મઢશે
કયો સોની હારલો પોરવશે રે હો હો મોહનજી
🌹રામજી ઘડશે ને લક્ષ્મણ મઢશે
પુરુષોત્તમ હારલો પરોવશે રે હો હો મોહનજી
🌹કિયા બેસી ઘડશે ને કિયા બેસી મઢશે
ક્યાં બેસી હારલો પરોવશે હો હો મોહનજી
🌹ઘરમાં બેસી ઘડશે ઓસરીએ મઢશે
પડથારે બેસી પરોવશે હો હો મોહનજી
🌹હારેલો પહેરીને રાધા જળ ભરવા ગ્યાતા
સાસુજિયે મો મસકોડા રે હો હો મોહનજી
🌹સિદ ને સાસુજી તમે મો મશકોડા
નથી મારા સસરા એ ઘડાવ્યો રે હો હો મોહનજી
🌹હારેલો પેરીને રાધા જળ ભરવા ગ્યાતા
જેઠાણી એ મો મસકોડા રે હો હો મોહનજી
🌹સીદ ને જેઠાણી તમે મો મસકોડા
નથી મારા જેઠજી એ ઘડાવ્યો રે હો હો મોહનજી
🌹હારલો પરીને રાધા જળ ભરવા ગયાતા
હારલો જળમાં રે ડૂબયુ રે હો હો મોહનજી
🌹હારાલો જળે તો મારી નણદી ને આપું
સાસુજીને સાડલો આપુ રે હો હો મોહનજી
🌹કાળકા ના કડા માનું હનુમાન ના વડા માનું
પીર નો મુન્દ્રા. મણીદો માનું રે હો હો મોહનજી
🌹મારા પિયરના તરવૈયા તેડાવું
આખો સમુદ્ર દોડાવો રે હો હો મોહનજી
🌹પેલે પગથિયે જય પગ મેલો
હારલો જળ માં જબૂકો રે હો હો મોહનજી
🌹કાળકા ને કળા સેના હનુમાને વડા સેના
પીરને મણીદો સેનો રે હો હો મોહનજી
🌹સાસુજીને સાડલો સેનો નણદી ને હારલો સેનો
મારો હતો ને મને મળ્યો રે હો હો મોહનજી
🌹વનમાં મોહનજી ગાયું ચારવા ગ્યાતા
રાધાજી રડતા દીઠા રે હો હો મોહનજી
🌹🌹🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹🌹
( ૨ )
🌹ગોકુળમાં ગોપબાળ સંગે ગોવાળ રૂપ ધર્યા ગોવિંદે...
🌹મોરના મોર પીછ ભેગા કરીને
લઈ ગયો છે નંદજીનો લાલો ગોવાળ રૂપ ધરિયા ગોવિંદે...
🌹વનની ચણોઠડી ભેગી કરીને
લઈ ગયો છે નંદજીનો લાલો ગોવાળો રૂપ ધરિયા ગોવિંદે..
🌹શિકે થી મહિડા મારે વાલે ઉતાર્યા
ખાતા થોડા અને ઢોળા જાજા ગોવાળ રૂપ ધર્યા ગોવિંદે...
🌹ખીલે થી વાછરૂ મારે વાલે જ છોડ્યા
અણદોયા ધવરાવા ગોવાળો રૂપ ધર્યા ગોવિંદે...
🌹સુતા તે બાળ મારે વાલે જગાડ્યા
તેને વાલે ગોવાળો બનાવ્યા ગોવાળ રૂપ ધરિયા ગોવિંદે...
🌹ગોકુળની ગોપીઓ ને ભેગી કરીને
લઈ ગયો છે ચીતડા ચોરી ગોવાળ રૂપ ધર્યા ગોવિંદે...
🌹વનરાતે વનમાં વાલો ધેનુ ચરાવે
મીઠી સી મોરલી વગાડે ગોવાળ રૂપ ધરિયા ગોવિંદે...
🌹વનરાતે વનમાં વાલે રાસ રસીયો છે
એક ગોપી ને એક કાન ગોવાળ રૂપ ધરિયા ગોવિંદે...
🌹ટચલી આંગળીયે વાલે ગોવર્ધન તોરયો
ઇન્દ્રનો ગર્વ ઉતારયો ગોવાળો રૂપ ધર્યા ગોવિંદે...
🌹કાલીન્દી માં કુદિ વાલે કાલી નાગ નાથયો
નાગણીઓને દર્શન દીધા ગોવાળ રૂપ ધર્યા ગોવિંદે...
🌹મામા તે કંસ ને મારે વાલે જ માર્યો
માસી બા ના પ્રાણ જ લીધા ગોવાળ રૂપ ધર્યા ગોવિંદે...
🌹માધવદાસ ના સ્વામી શામળિયા
દેજો શ્રી વ્રજમાં વાસ ગોવાળો રૂપ ધર્યા ગોવિંદે...