હું તો બાર બીજ ભરવા આવું રામાપીર | hu to bar bij bharava aavu ramapir | ramdevpir | Hansaben Poriya
હંસાબેન પોરિયા
0:00 / 0:00
હું તો બાર બીજ ભરવા આવું રામાપીર | hu to bar bij bharava aavu ramapir | ramdevpir | Hansaben Poriya
23 068 просмотров · 1 день назад
હંસાબેન પોરિયા
31 тыс. подписчиков
23 068 просмотров · 1 день назад
hu to bar bij bharava aavu ramapair , tara neja no mane rang lagyo, lila neja no mane rang lagyo,
હું તો બાર બીજ ભરવા આવું રામાપીર , તારા નેજાનો મને રંગ લાગ્યો
રામાપીરની ભક્તિ, લીલા નેજા અને રામદેવપીરની પાવન લીલાઓને સમર્પિત આ સુંદર ગુજરાતી કીર્તન ભક્તિભાવથી ભરપૂર છે. 🙏
આ ભજનમાં રામાપીર સાથે જોડાયેલા વિવિધ પ્રસંગો અને ભક્તોની વાતો દ્વારા રામાપીરની મહિમા ગવાય છે. અજમલ રાય, માતા મીનળદેવ, વિરમદેવ, સગુણા, ડાલીબાઈ, હરજી ભાટી, દરજીડા, વણજારા અને ભૈરવા જેવા પ્રસંગો દ્વારા રામાપીરની ભક્તિ અને લોકઆસ્થા વ્યક્ત કરવામાં આવી છે.
“લીલા નેજાનો મને રંગ લાગ્યો” જેવા ભાવસભર શબ્દો રામાપીર પ્રત્યેની ભક્તિ અને શ્રદ્ધાને સુંદર રીતે રજૂ કરે છે. ❤️
🙏 રામાપીરની ભક્તિનો ભાવ
🙏 લીલા નેજાની મહિમા
🙏 રણુજાના રામાપીરનું સ્મરણ
🙏 રામાપીરના ભક્તો અને લોકપ્રસંગો
🙏 રામદેવપીરના ચરણોમાં શ્રદ્ધા અને શરણાગતિ
વિડિયો ગમે તો ❤️ Like કરો, પરિવાર અને મિત્રો સાથે Share કરો અને આવા સુંદર રામાપીરના ભજન, કીર્તન અને ભક્તિ ગીતો માટે Hansaben Poriya YouTube ચેનલને Subscribe કરો. 🔔
હે હું તો બાર બીજ ભરવા આવું રામાપીર, લીલા નેજાનો મને રંગ લાગ્યો, અજમલ રાય, મીનળદેવ, વિરમદેવ, સગુણા, ડાલીબાઈ, હરજી ભાટી, રામાપીર, રામદેવપીર, રણુજા, Ramapir Bhajan, Ramdevpir Bhajan, Gujarati Bhajan, Gujarati Kirtan અને Ramapir Devotional Song.
━━━━━━━━━━━━━━━━━━
🎵 ભજનના સંપૂર્ણ શબ્દો 🎵
━━━━━━━━━━━━━━━━━━
હેહું તો બાર બીજ ભરવા આવું રામાપીર
લીલા નેજા નો મને રંગ લાગ્યો
હે અજમલ રાય ને તું એવા રે મળિયો
વાંજીયા મેણલા એના રે ભાંગિયા
પાંચ વરસ ના બાળ રે બનીયા
હે તમે કુમ કુમ પગલે આવિયા રામાપીર... તારા નેજા
હે માતા મીનળ દેવ ને એવા રે મળિયા
બાળક બની ને તમે પારણીયે પોઢીયા
માતા મીનળ દેવ ના ખોળા રે ખુંદિયા
હે તમે ઉકળતી દેગું ઉતારી રામાપીર...તારા નેજા
હે વીરા વિરમ દેવ ને એવા રે મળીયા
ભાઈ ભાઈ નો નાતો નિભાવ્યો
જન્મો જન્મ નો નાતો નિભાવ્યો
હે તમે ગેડી દડુલિયે રમીયા તા પીર....તારા નેજા
હે બેની સગુણા ને એવા રે મળીયા
વન વગડે જઈ ને બેની ઉગારિયા
ભાણેજ ને તમે સજીવન કરિયા
હે તમે બેની રાજપાટ સોંપ્યા રામાપીર....તારા નેજા
હે ડાલી બાઈ ને એવા રે મળીયા
હે ડાલી બાઈ ના વીરા રે બનિયા
હે તમે સાથે સમાધી ગાળી રામાપીર...તારા નેજા
હે વનવગડે હરજી ભાઠી ને મળીયા
હે હરજી ભાઠી ના દુધડા રે પીધાં
હે તમે પાકડા દુજંણા કીધા રામાપીર....તારા નેજા
હે દરજીડા ને એવા રે મળીયા
લીલાં કાપડનો ઘોડીલો બનાવ્યો
હે તમે આકાશે એને ઉડાડયો રામાપીર....તારા નેજા
હે વણજારા એ પોઢું હંકારી
હે એની પોઢું માં મિશ્રી રે ભરીયા
હે તમે મીશ્રી ના લુણ બનાવ્યા રામાપીર....તારા નેજા
હે ભૈરવા ને તમે ભૂમિ માં ભંડારીયો
દિલ્લી માં તમે દેવળ ચણાવ્યા
પિરો ના પીર બાપા તમે કહેવાણા
હે તમે ભૂમિ નો ભાર ઉતાર્યો રામાપીર....તારા નેજા
━━━━━━━━━━━━━━━━━━
🙏 જય રામાપીર 🙏
🙏 જય રામદેવપીર 🙏
🙏 રણુજાના રામાપીરની જય 🙏
━━━━━━━━━━━━━━━━━━
#BarBeejBharvaAavuRamapir #LilaNeja #RamapirBhajan #RamdevpirBhajan #RamdevPir #RanujaRamapir #RamapirKirtan #GujaratiBhajan #GujaratiKirtan #BhaktiGeet #Satsang #Ramapir #HansabenPoriya #hansaben