માથે બેડલુ રે રાધા જળ ભરવા ને જાય ખુબ જ પ્યારુ કનૈયા નુ કિર્તન ગાયક અમિતા બેન પટેલ ..લખાણ આપેલ છે 🌷🙏
Shree Ganesh Anand garba and Bhajan mandal
0:00 / 0:00
માથે બેડલુ રે રાધા જળ ભરવા ને જાય ખુબ જ પ્યારુ કનૈયા નુ કિર્તન ગાયક અમિતા બેન પટેલ ..લખાણ આપેલ છે 🌷🙏
322 просмотра · 2 года назад
Shree Ganesh Anand garba and Bhajan mandal
1,61 тыс. подписчиков
322 просмотра · 2 года назад
માથે બેડલું રે રાધા જળ ભરવા ને જાય
હાથમાં લાકડી રે કાનો પાછળ પાછળ જાય
કાના પાછા વળો રે હું તો જળ ભરવા ને જાઉં
પાછા નહીં વરું રે હું તો ગાયો ચરાવવા જાઉં
હાથમાં છાબડી રે રાધા ફૂલ વીણવા નેં જાય
ખભે કામડી રે કાનો પાછળ પાછળ જાય
કાના પાછા વળો રે હું તો ફૂલ વીણવા ને જાઉં
પાછા નહીં વરુ રે હું તો વાડીએ ફરવા જાઉં
માથે મટકી રે રાધા મહી વેચવાને જાય
હાથમાં વાંસળી રે કાનો પાછળ પાછળ જાય
કાના પાછા વળો રે હું તો મહી વેચવાને જાઉં
પાછા નહીં વરુ રે હું તો દાન લેવા ને જાઉં
ઓઢી ઓઢણી રે રાધા મૈયરીયા માં જાય
માથે પાઘડી રે કાનો પાછળ પાછળ જાય
કાના પાછા વળો રે હું તો મૈયરીયા માં જાઉં
પાછા નહીં વરૂ રે હું તો સાસરિયામાં જાઉં
હાથમાં ખંજરી રે રાધા ભજન મંડળ માં જાય
કાના પાછા વળો રે હું તો ભજન મંડળમાં જાઉં
પાછો નહીં વરુ રે હું તો દર્શન દેવા જાઉં
માથે બેડલું રે રાધા જળ ભરવા જાય
કાના પાછા વળો રે હુતો ગણેશ મંડળ મા જાઉ
પાછી નહી વળુ રે હુતો દર્શન દેવા જાઉ
માથે બેડલુ રે રાધા જળ ભરવા ને જાય.....
💃💃💃💃💃💃💃