Перейти к содержимому

🕉️ આજે :- "સનાતન ધર્મ"_૧ હ્યુસ્ટન_૧૯૯૪ માં પૂ.સ્વામીજીએ આપેલાં સુંદર ઓડિયો પ્રવચન જરુરથી સાંભળશો.

SWAMI SACHCHIDANAND_ OFFICIAL

0:00 / 0:00

🕉️ આજે :- "સનાતન ધર્મ"_૧ હ્યુસ્ટન_૧૯૯૪ માં પૂ.સ્વામીજીએ આપેલાં સુંદર ઓડિયો પ્રવચન જરુરથી સાંભળશો.

4 226 просмотров · 1 г. назад
SWAMI SACHCHIDANAND_ OFFICIAL
7,95 тыс. подписчиков
4 226 просмотров · 1 г. назад
🌹તા.૧૫/૧૦/૨૫_બુધવાર🌹 👁️ આજનું ચિંતન 👨‍❤️‍💋‍👨 "પત્નીઓના અનેક પ્રકાર હોય છે. બધી પત્નીઓ કાન્તા નથી હોતી. કેટલીક કર્કશા અને કુલટા પણ હોય છે. બહુ ભાગ્યશાળીને કાન્તા પત્ની મળતી હોય છે. કાન્તા એટલે વહાલી લાગનારી પત્ની. પત્ની વહાલી લાગે ગુણોથી- ૧. વફાદારીથી, ૨. આજ્ઞાપાલનથી, ૩. પ્રેમથી, ૪. ડહાપણથી અને ૫. સહનશક્તિથી. ૧. વફાદારી એટલે જે પત્ની પરપુરુષની સામે આંખ ઉપાડીને વિકારી ભાવથી ન જુએ, પોતાના પતિમાં જ જેને પૂર્ણ સંતોષ હોય તે. ૨. જે પત્ની પતિનું ધાર્યું કરવા તૈયાર રહે, જે આજ્ઞાપાલક હોય, જે પોતાનું ધાર્યું કરાવવાની હઠીલી ન હોય. ૩. જે સ્વભાવથી પતિપ્રેમી હોય, તીવ્ર લાગણીશીલ હોય, લાગણીહીન ન હોય. ૪. જે ડાહી હોય. ડાહી પત્ની જ ઘર સાચવી શકે. જે પત્ની ઘર સાચવે તે પતિનો ભાર હળવો કરી દે. જે કજિયા—કંકાસ કરીને ઘર બગાડે તે પતિ માટે ટેન્શનરૂપ બની જાય. ૫. જે પત્ની પતિ અને ઘરનાં બીજાં માણસોના કુવ્યવહારને સહન કરી લે તે જ કુળવધૂ થાય. જે ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો પ્રયત્ન કરે તેનામાં સહનશક્તિ ન હોય. આ પાંચ તત્ત્વો એકીસાથે જેનામાં ભેગા થયાં હોય તેને કાન્તા કહેવાય. આવી વહાલી પત્નીનો વિયોગ થાય તો તેને યાદ કરી-કરીને તેનો પતિ મનમાં ને મનમાં બળ્યા કરે." 🕉️ प.पू.महर्षि स्वामी श्रीसच्चिदानंदजी परमहंस (पद्मभूषणश्री) 🕉️ 🇮🇳 એકતા પરમો ધર્મ: વીરતા પરમો ધર્મ: 🔱 🌐"બ્રહ્મ સત્યં જગત્ સત્યં, મિથ્યા મોહાંધ જીવિતમ્ ! ઇશભક્તિર્લોકસેવા, હીત્યેષા પરમાર્થતા !!" 👉 નોંધ :- પૂ.સ્વામીજી, નિયમિત રીતે શ્રી ભક્તિ નિકેતન આશ્રમ, દંતાલી, પેટલાદ પર મળશે. 📱ફોન કરીને આવવાં નમ્ર વિનંતી છે. 🏤 ઓફિસ ફોન નંબર :- 94280 13551 👣 રૂબરૂ મુલાકાત _દર્શનનો સમય બપોરે 3 થી 4 વાગ્યા સુધીનો છે.🙇‍♀️ 🙏🇮🇳🙏