Sandhya Aarti Darshan Salangpur Date:04-09-2026
Salangpur Hanumanji - Official
0:00 / 0:00
Sandhya Aarti Darshan Salangpur Date:04-09-2026
12 795 просмотров · 15 часов назад
Salangpur Hanumanji - Official
650 тыс. подписчиков
12 795 просмотров · 15 часов назад
પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત ગોકુલ આઠમ નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવના પર્વે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ગોકુળની થીમનો શણગાર કરાયો, શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય-દિવ્ય ઉજવણી
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ મહિનાની દાદાને અનેક વિધ શણગાર-અન્નકૂટ કરી ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણાથી પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત – શ્રાવણવદ-આઠમ શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે તા.04-09-2026ને શુક્રવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી ગોકુળની થીમનો શણગાર સાથે કેક અન્નકૂટ ધરાવાયો હતો.સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા 7:00 કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીદ્વારા કરવામાં આવી હતી. સવારે ૦૮:૩૦ કલાકે શાસ્ત્રોક્ત વિધિથી ગૌપૂજન સંતો-યજમાન દ્વારા કરવામાં આવ્યું હતું.
શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિતે તા.04 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન મટકી ફોડ, કેક, સાંસ્કૃતિક કાર્યક્રમ, DJના તાલે યુવાનો ઝૂમી ઉઠ્યા હતા એવં રાસગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે 9 કલાકે દરમિયાન રાસ ગરબા-સાંસ્કૃતિક કાર્યક્રમ રાત્રે 12:00 કલાકે શ્રીકૃષ્ણ જન્મોત્સવની આરતી કરવામાં આવશે.
મહત્વનું છે કે સાળંગપુરધામમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે શ્રીકષ્ટભંજનદેવને ગોકુળની થીમ આધારિત મનોહર શણગાર કરાયો હતો. વાઘા પર શ્રીકૃષ્ણના બાલસ્વરૂપની છબી, માખણની મટકી -વાંસળી અને પીળા, લાલ, લીલા અને સોનેરી રંગોના સમન્વય સાથે મસ્તક પર કલરફુલ સાફો સાથે મોરપિચ્છ, હીરા-માણેક જડિત તિલક અને દિવ્ય કળગી ધરાવતો કલાત્મક મુગટ શોભી રહ્યો છે.વાઘાની કિનારીઓ અને મુગટમાં સોનેરી ઝરી, રત્નો અને બારીક કારીગરી દ્વારા મનોહર શૃંગાર કરવામાં આવ્યો છે.ભગવાનની સામે સુશોભિત કેક અને માખણની મટકી સ્વરૂપે ખાસ પ્રસાદ ધરાવવામાં આવ્યો છે. મંદિર પરિસરને ફૂલો વડે શણગારવામાં આવ્યું હતું. મટકી ફોડ, કેક અન્નકૂટ, DJ રાસ-ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી શ્રદ્ધાળુઓ લીન થયા હતા. જેમાં યુવાનો ઉત્સાહભેર ઝૂમી ઉઠ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. રાત્રે ૧૨:૦૦ કલાકે શ્રીકૃષ્ણ જન્મોત્સવની મહાઆરતી યોજાશે.
સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તા.13-08-2026 થી તા.11-09-2026 સુધી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ દ્વારા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર-દર શનિવારે ફુટ અન્નકૂટ,છપન્ન ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ,ડ્રાયફ્રુટ મીઠાઈ અન્નકૂટ જેવા અનેક દિવ્ય અન્નકૂટ દર્શન, દર મંગળવારે સંગીતમય સુંદરરકાંડ પાઠ,સંપૂર્ણ શ્રાવણ માસ નિમિત્તે દૈનિક મારુતિ યજ્ઞ, દર રવિવારે સાંજે 4:45 કલાકે દાદાનું દિવ્ય રાજોપચાર પૂજન સાથે મહાસંધ્યા આરતી,દર સોમવારે દાદાને શિવસ્વરૂપ દિવ્ય શણગાર,શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળા દર્શન સાથે દિવ્ય સત્સંગ કથા, શ્રી કૃષ્ણ જન્મોત્સવ આદિકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તા.13-08-2026 થી તા.11-09-2026 સુધી આધી, વ્યાધિ અને ઉપાધિ થી શાંતિ મેળવવા દૈનિક મારુતિનું સવારે ૭:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધી આયોજન કરવામાં આવ્યું છે.
Happy Krishna Janmotsav
श्रीकृष्ण जन्माष्टमी के पावन पर्व पर आप सभी को हार्दिक शुभकामनाएँ।
Hello Devotees
Jai Shri swaminarayan
Shri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham.
http://salangpurhanumanji.org
શ્રી કષ્ટભંજનદેવના લાઈવ તથા ફોટો દર્શન કરવા માટે આજે જ એપ્સ ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/de...
#salangpur #salangpurdham #swaminarayan #hanuman #hanumanji #hariprakashswami #vadtal #hinduism #spirituality #gujarat #hindutemple #ram #divine #kingofsalangpur #Shangar
🚩 જય શ્રી કષ્ટભંજન દેવ 🚩
🚩 જય શ્રી રામ🚩