Перейти к содержимому

આવો હનુમાનજી બેસો હનુમાનજી દેજો સંદેશો મારા રામને - ઉષ્માબેન (કિર્તન લખેલું નીચે છે)નવરાત્રી 2023

Nimavat Vasantben

0:00 / 0:00

આવો હનુમાનજી બેસો હનુમાનજી દેજો સંદેશો મારા રામને - ઉષ્માબેન (કિર્તન લખેલું નીચે છે)નવરાત્રી 2023

526 029 просмотров · 2 года назад
Nimavat Vasantben
248 тыс. подписчиков
526 029 просмотров · 2 года назад
ચોપાઈ - || દિન દયાલ બિરિદુ સંભારી હરહુ નાથ મમ સંકટ ભારી || || કહ હનુમંત વિપતિ પ્રભુ જબ તવ ભજન ન સુમિરન હોઈ|| કિર્તન - આવો હનુમાનજી બેસો હનુમાનજી દેજો સંદેશો મારા રામને... પેલો કાગળ માતા કૌશલ્યા એ મોકલ્યો રામને મનાવી ઘેર લાવો હનુમાનજી દેજો સંદેશો મારા રામને... રામજી વિનાની મારી અયોધ્યા સૂની હે જી સુના છે રાજ દરબાર હનુમાનજી દેજો સંદેશો મારા રામને... તમારા પિતાજી સ્વર્ગે સીધાવિયા ભરતજીએ મેલ્યા અન્નપાણી હનુમાનજી દેજો સંદેશો મારા રામને... બીજો કાગળ માતા સુમિત્રાએ મોકલ્યો રોઈ રોઈને દિવસો વિતાવું હનુમાનજી દેજો સંદેશો મારા રામને... સીતાજી વિનાના મારા આંગણિયા સુના હે જી સૂના છે તુલસીના ક્યારા હનુમાનજી દેજો સંદેશો મારા રામને... ત્રીજો કાગળ રાજા દશરથે મોકલ્યો રામ રામ કહીને પ્રાણ છોડ્યા હનુમાનજી દેજો સંદેશો મારા રામને... રામજી વિનાના અહીં સૂના છે ઝાડવા સૂના છે સરિયુ કિનારા હનુમાનજી દેજો સંદેશો મારા રામને... ચોથો કાગળ માતા કૈકૈયે મોકલ્યો વગર વિચાર્યા વચન માગ્યા હનુમાનજી દેજો સંદેશો મારા રામને... ભરત શત્રુઘ્ન નાનેરુ બાળ છે રાજની રીત ને શું જાણે હનુમાનજી દેજો સંદેશો મારા રામને... રામજી નો સંદેશો જે કોઈ ગાશે ગાશે વાશે અયોધ્યા જાશે હનુમાનજી દેજો સંદેશો મારા રામને... આવો હનુમાનજી બેસો હનુમાનજી દેજો સંદેશો મારા રામને... #Vasantben #કીર્તન #Vasantben_Nimavat #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #વસંતબેન #વસંતબેન_નિમાવત #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત #Lilivav #લીલીવાવ