લીમડો ગઢપુર ધામ નો મને સાંભરે રે | Limado Gadhpur Dham No Mane Sambhare Re | New Gujarati Bhajan
Sasu Vahu Ni Kirtan Bhakti
0:00 / 0:00
લીમડો ગઢપુર ધામ નો મને સાંભરે રે | Limado Gadhpur Dham No Mane Sambhare Re | New Gujarati Bhajan
8 701 просмотр · 6 месяцев назад
Sasu Vahu Ni Kirtan Bhakti
2,44 тыс. подписчиков
8 701 просмотр · 6 месяцев назад
🙏 જો તમને વિડિઓ પસંદ આવ્યો હોય તો Like, Share અને Channel ને Subscribe કરવાનું ભૂલશો નહીં.
Lyrics:
૧) લીંબડો ગઢપુર ધામનો મને સાંભરે રે,
ત્યાં આવી બેઠા અક્ષરધીશ - લીંબડો ...
૨) લીંબડો એભલ ખાચરે આવી રોપિયો રે,
લાડુબાએ સીંચી સીંચીને પાયા નીર - લીંબડો ...
૩) દાદાએ લીંબતરૂને ખાતર રેડિયા રે,
લાડુબા એ કીધા ઝાઝા જતન - લીંબડો
૪) લીંબડો ચંદ્રકળાની પેરે વધતો રે,
થઈ રહ્યો છે કંઈ ઘેઘુર - લીંબડો ..
૫) એભલ ખાચર પ્રભુની વાટ જોઈ રહ્યા રે,
ક્યારે આવશે પ્રાણ જીવન - લીંબડો ..
૬) જોતજોતામાં પ્રભુજી પધાર્યા રે,
સાથે લાવ્યા મુક્ત અનંત - લીંબડો ...
૭) લીંબતરૂ તળે પ્રભુજી આવી બેઠા રે,
બેઠી સભા શ્રીજી સન્મુખ - લીંબડો ...
૮) શ્રીજીએ શ્વેત વસ્ત્ર અંગે ધાર્યા રે,
કંઠે પહેર્યા ગુલાબના હાર - લીંબડો ...
૯) શ્રીજી મહારાજ વચનામૃત પાન કરાવતા રે,
કરાવતા ધર્મ-ભક્તિનું જ્ઞાન - લીંબડો ...
૧૦) લીંબતરૂ લીલા કોઈ સંભારશે રે,
તેને પ્રભુ દેશે અક્ષરવાસ - લીંબડો ..
૧૧) રાયબાઈની અરજી પ્રભુ સાંભળો રે,
દેજો શ્રીજી ચરણમાં મને વાસ - લીંબડો ..
📌 YouTube ચેનલ: Shobhna Ben & Divya Dhakecha (Rai Bani Kirtan Bhakti)
#bhaktigito #gujratisatsang #kirtan #bhajan #swaminarayanbhajan #bhaktivideo #gujratikirtan #Shobhnabendhakecha #shobhnaben #divyaben #gadhpurdham #vadtal #vadtaldham #livekatha #swaminarayanbhajan #bhajan2026 #music