કાગબાપુના સ્વરમાં હાલો હાલો માનવીયું ના મેળે | Kavi Dula Bhaya Kag | Kag Sahitya
Kag Sahitya (Kavi Kag)
0:00 / 0:00
કાગબાપુના સ્વરમાં હાલો હાલો માનવીયું ના મેળે | Kavi Dula Bhaya Kag | Kag Sahitya
119 021 просмотр · 5 лет назад
Kag Sahitya (Kavi Kag)
34,3 тыс. подписчиков
119 021 просмотр · 5 лет назад
https://kavikag.com/audios
આ ગીત કાગવાણી ભાગ ૨ માં કાગ બાપુ એ લખેલું છે.
(હાલો મેળે - કાગવાણી ભાગ ૨)
ભાદરવી અમાસનો શ્રી ગોપનાથજીનો મેળો ભરાય છે . એક નિર્દોષ કોળણ બાઈ પોતાના મનને ગમી ગયેલ એવા એક આદમી પર મોહી પડી છે . દરેક મેળામાં એ અજાણ્યો આદમી આવે છે . એની પાઘડીના બંધ બેસતા આંટા , એના માથાનાં વાંકડિયાં ઓડિયાં , એના ઘોડાની નાજુક ચાલ , એની મોરલીનો રાગ , એના જોડિયા પાવાની ધૂન , ઈશ્વરે આપેલાં એનાં સાદાં રૂપ , એનાં અસલી વાજિંત્ર , કંઈ પણ ઓળખાણ સિવાય એ બધું એના મનમાં ગમી ગયેલ છે . આખા વરસમાં એ એક જ દિવસ છે કે જે દિવસ તે ઝાંઝાં માનવીને જોઈ શકે , જે દિવસે નવાં કપડાં - ફક્ત એક જ જોડ સિવડાવી શકે અને સાથે તળેલાં ઢેબરાંનું ભાતું લઈને મેળે જાય . એની જિંદગીનો એ આનંદનો દિવસ . આનંદમાં અને આનંદમાં એના મોઢામાંથી બીજી બાઈઓને સંબોધતું આ ગીત સરી પડે છે . છેવટે એ સ્ત્રી આ મનગમ્યા માનવી જેવા દીકરાની શિવજી આગળ માગણી કરે છે .
ગીતના શબ્દો :
હાલો હાલો , માનવીઓ ! મેળે ...
હાલો હાલો ; મનખડાં ! મેળે –
મેળામાં મારા મનના માનેલ છે – ટેક
ઈ રે મેળામાં એક આંટીઆળી પાઘડી ( ૨ ) ;
એ .... એના ઓડીના ઠાઠ પર તનડાં ઓવારું -
હું મનડાં નીચોવું . માનવીઓ....
ઈ રે મેળામાં એક ઘોડલાં ઘુમાવતો ( ૨ ) ;
એ .... એના ડાબલાના તાલ મારાં હૈડાં હસાવે –
મારાં મનડા નચાવે . માનવીઓ....
ઈ રે મેળામાં એક મોરલડી વાગતી ( ૨ ) ;
એ ... એના મોરલીના રાગ મુને વાદણ બનાવે –
કોઈ જોગણ બનાવે . માનવીઓ....
ઈ રે મેળામાં એક પાવાની ધૂન છે ( ૨ ) ;
એ એના પાવાના સાદ ઘણા મીઠા –
વરસે દીઠા . માનવીઓ....
ભોળા શંભુજી ! મારી અરદાસું સાંભળો ( ૨ ) ;
એ .... તમે સાંભળીને ધ્યાનમાં લેજો –
છોરુ એવાં દેજો . માનવીઓ....
હાલો હાલો , માનવીઓ ! મેળે ...
હાલો હાલો ; મનખડાં ! મેળે –
મેળામાં મારા મનના માનેલ છે
–કવિ કાગ
Listen to Halo Manaviyu Na Mele ,Melama Mara Man Na Manel Che song from Kagvani part 2 in voice of padmashri kavi dula bhaya kag.
-------------------------------------------------------------------
▶This is official youtube channel of Kag Sahitya - Kavi Dula Bhaya Kag.
▶ Please share the link with all the Sahitya Lovers (Gujarati Literature) .
▶ For interesting videos on Sahitya Subscribe to Kag Sahitya YouTube Channel. Dont forget to press the bell icon so that you dont miss any updates. Thankyou
Jay Mataji🙏🏻
--------------------------
/ kagsahitya
▶આ "કાગ" સાહિત્ય ની ઑફિશિયલ યુટ્યુબ ચેનલ છે.
▶દરેક ને વિનંતી છે કે આ ચેનલ ની લીંક ને આગળ મોકલો અને તમામ સાહિત્ય પ્રેમીઓ સુધી પહોંચાડો.
▶અવનવા સાહિત્ય ના વીડીયો માટે ચેનલ ને શૈર અને લાઈક કરો, અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન 🔔 ને દબાવવા નુ ભૂલશો નહિ જેથી તમે સવથી પેહલા વિડિયો જોઈ શકશો. આભાર ✅
🙏🏻જય માતાજી🙏🏻
-----------------------------------------
#kagsahitya #dulabhayakag #halomanaviyunamele #kagbapu #bhagatbapu #kagvani #halomele #હાલો #માંનાવીયું #ના #મેળે #મેળામાં #મારા #મનના #માનેલ #છે #charan #kagvani #kagdham #kavikag #gadhvi #dayro
-------------------------------------------------------------------
Information:
♪ Title/Song : Halo Mele Kagvani 2
♪ Singer : Kavi Dula Bhaya Kag
♪ Producer : --
♪ Lyrics : Kavi Dula Bhaya Kag
♪ Music Composition : --
♪ Music : --
© All Copyrights Reserved to : KAVISHRI DULAKAG MEMORIAL TRUST
--------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
--------------------------------------------------------------------
"Copyright © Kavi Shri Dula Kag Memorial Trust"
Warning : All the content/Data/Audio/Video material are copyright protected. If we found illegal use / uploads/Claims/Strikes ; we will take legal steps as per copyright law IPC 157,66,66B,66C.
Member : © Kavishri Dulakag Memorial Trust
ચેતવણી: બધી ડેટા / ઑડિઓ / વિડિઓ સામગ્રી કોપીરાઇટ સુરક્ષિત છે. જો અમને જોવા મળ્યું કે ગેરકાયદેસર ઉપયોગ / અપલોડ્સ / દાવા / હડતાલ કરવામાં આવેલ છે તો કોપીરાઇટ કાયદા આઈપીસી ૧૫૭,૬૬,૬૬-બી, ૬૬-સી મુજબ કાનૂની પગલાં લેવામાં આવશે
સભ્ય: © કવિશ્રી દુલાકાગ મેમોરિયલ ટ્રસ્ટ
--------------------------------------------------------------------
Enjoy and Stay Connected with us :
Download Kag Sahitya Mobile Application
Website: https://www.kavikag.com
Twitter: / kagsahitya
Instagram: / kagsahitya
Facebook: / kagsahitya
Whatsapp: https://wa.me/918488906906
Google: https://g.page/KagSahitya
Mail: info@kavikag.com