ઓ મારા વ્હાલા રે, જમવા પધારો ગિરધારી 🙏(લખેલું છે.) | ગુજરાતી કૃષ્ણ ભજન | Sasu Vahu Na Bhajan
Sasu Vahu na Bhajan
0:00 / 0:00
ઓ મારા વ્હાલા રે, જમવા પધારો ગિરધારી 🙏(લખેલું છે.) | ગુજરાતી કૃષ્ણ ભજન | Sasu Vahu Na Bhajan
428 просмотров · 7 дней назад
Sasu Vahu na Bhajan
1,17 тыс. подписчиков
428 просмотров · 7 дней назад
ઓ મારા વ્હાલા રે, જમવા પધારો ગિરધારી, હું તો વાટલડી જોઉં છું તમારી… 💕🙏
ઓ મારા વ્હાલા રે, જમવા પધારો ગિરધારી,
હું તો વાટલડી જોઉં છું તમારી. ટેક૦
સોના-રૂપાના મેં તો થાળ મંગાવ્યા,
ઓ મારા વ્હાલા રે, કંચન બાજોઠ દીધો ઢાળી....હું તો... ૧
માલપૂઆ ને દૂધપાક બનાવ્યા,
ઓ મારા વ્હાલા રે, ઘારી બનાવી બહુ સારી....હું તો... ૨
લાડુ, જલેબી, મેથીપાક બનાવ્યા,
ઓ મારા વ્હાલા રે, સાલમપાક સુખકારી....હું તો... ૩
મગજ, મેસૂબ ને ચૂરમું બનાવ્યાં,
ઓ મારા વ્હાલા રે, મોહનથાળ મનોહારી....હું તો... ૪
માખણ, મિસરી ને મેવા બનાવ્યાં,
ઓ મારા વ્હાલા રે, પૂરણપોળી બહુ સારી....હું તો... ૫
પાપડી વેંગણનાં શાક બનાવ્યાં,
ઓ મારા વ્હાલા રે, ઊંધિયું કીધું છે ગુણકારી....હું તો... ૬
કેસરી કમોદનો મેં ભાત બનાવ્યો,
ઓ મારા વ્હાલા રે, કઢી છે કાઠિયાવાડી....હું તો... ૭
શ્રી કૃષ્ણને પ્રેમથી જમવા પધારવા માટેનું આ સુંદર ગુજરાતી ભજન, જેમાં માલપૂઆ, દૂધપાક, ઘારી, લાડુ, જલેબી, મોહનથાળ, પૂરણપોળી, ઊંધિયું અને કાઠિયાવાડી કઢી જેવા ભાવભર્યા ભોગનું વર્ણન કરવામાં આવ્યું છે. 🦚💛
🙏 જય શ્રી કૃષ્ણ 🙏
🎶 આવા સુંદર ગુજરાતી ભજન સાંભળવા અને જોવા માટે Sasu Vahu Na Bhajan ચેનલને Subscribe કરો.
#SasuVahuNaBhajan #GujaratiBhajan #KrishnaBhajan #GujaratiDevotional #KrishnaBhajanGujarati #શ્રીકૃષ્ણ #કૃષ્ણભજન #ગુજરાતીભજન #ભજન #ભક્તિગીત #GujaratiBhaktiGeet #KrishnaBhakti #BhaktiGeet #GujaratiSong #DevotionalSong #JaiShreeKrishna #ગિરધારી #ઠાકોરજી #વૈષ્ણવભજન #સત્સંગ #sasu_vahu_na_bhajan