નાનકડા બાઈ સીતારામ રામ બોલે || Nankada Bai Sitaram Ram Bole || #bhaktiahir #bhajan #maabaap
Bhakti Ahir
0:00 / 0:00
નાનકડા બાઈ સીતારામ રામ બોલે || Nankada Bai Sitaram Ram Bole || #bhaktiahir #bhajan #maabaap
3 473 609 просмотров · 2 года назад
Bhakti Ahir
105 тыс. подписчиков
3 473 609 просмотров · 2 года назад
નાનકડા બાઈ સીતારામ રામ બોલે || Nankada Bai Sitaram Ram Bole || #bhaktiahir #bhajan #maabaap
ગાયિકા:- ભક્તિ આહીર
__________________________________
મને INSTAGRAM ઉપર સપોર્ટ કરી શકો છો :
https://instagram.com/bhaktiahir0603?...
ભજન :-
નાનકડા બાય સીતારામ રામ બોલે
બાયુને કાંઇ ના કહેવાય ગઢપણ છે દોયલા
વહેલું ઉઠાઈ નહીં પાણી ભરાય નહીં
વાસીંદા વળાય નહીં હો ગઢપણ છે દોયલા
વહેલું ઉઠાય નહિ ચૂલો જગવાઈ નહીં
નાવા જવાય નહીં હો ગઢપણ છે દોયલા
વહેલું ઉઠાય નહીં દિવાબતી થાય નહીં
નાવા જવાય નહીં હો ગઢપણ છે દોયલા
વહેલું ઉઠાય નહીં ભજનમાં જવાય નહીં
કાને સંભળાય નહીં હો ગઢપણ છે દોયલા
વહેલું ઉઠાય નહીં મંદિરે જવાય નહીં
પગે હલાય નહીં હો ગઢપણ છે દોયલા
વહેલું ઉઠાય નહીં સેવા પૂજા થાય નહીં
આંખે દેખાય નહીં હો ગઢપણ છે દોયલા
બાજરાનો રોટલો હવે ચવાઈ નહીં
શીરો મંગાઇ નહીં હો ગઢપણ છે દોયલા
દાન પુણ્ય કરવાનું મન બહુ થાય છે
ખિસ્સામાં પાય નો હોય ગઢપણ છે દોયલા
વહેલું ઉઠાય નહીં સેવા પૂજા થાય નહીં
હરિ ભજાય નહિ હો ગઢપણ છે દોયલા
દવાની બાટલીને પાણીની માટલી
ખૂણામાં ખાટલી ઢળાય ગઢપણ છે દોયલા
તૂટલાને ફાટેલા ગોદડા પથરાય છે
ખબર કાઢવા આવે કોક કોક ગઢપણ છે દોયલા
દીકરાના દીકરા મારે છે ઠીકરા
વાહે દોડાય નહીં હો ગઢપણ છે દોયલા
પુનિત કહે છે પરમેશ્વરને
લઈ જાઓ ને વૈકુંઠધામ ગઢપણ છે દોયલા
નાનકડા બાય સીતારામ રામ બોલે
બાયુ ને કાંઇ ના કહેવાય ગઢપણ છે દોયલા