Перейти к содержимому

Vishwambhari Stuti Gujarati | વિશ્વંભરી સ્તુતિ | Vishwambhari Stuti With Lyrics | Vishwambhari Song

Bhakti Mantras India и Vision Gujarati Bhajan

0:00 / 0:00

Vishwambhari Stuti Gujarati | વિશ્વંભરી સ્તુતિ | Vishwambhari Stuti With Lyrics | Vishwambhari Song

5 425 434 просмотра · 1 год назад
Bhakti Mantras India и Vision Gujarati Bhajan
5 425 434 просмотра · 1 год назад
Title :- Vishwambhari Stuti Singer :- Shubhangi Joshi VFX :- Vision Graphics Music Label :- Bhakti Vision Entertainment આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર મોકલો 🔔Subscribe and stay updated to Vision Gujarati Bhakti    / @visiongujaratibhajan   🔔 Kindly Subscribe Channel :-    / @bhaktimantrasindia   વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા; દુર્બુદ્ધિ દૂર કરીને સદબુદ્ધિ આપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૧|| ભૂલો પડી ભવરણે ભટકું ભવાનિ, સુઝે નહિ લગીર કોઇ દિશા જવાની; ભાસે ભયંકર વળી મનના ઉતાપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૨|| આ રંકને ઉગરવા નથી કોઇ આરો, જન્માંધ છું જનની હું ગ્રહી બાંહ્ય તારો, ના શું સુણો ભગવતી શિશુના વિલાપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૩|| મા કર્મ જન્મ કથની કરતાં વિચારું, આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું, કોને કહું કઠિન યુગ તણો બળાપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૪|| હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો, આડંબરે અતિ ઘણો મદથી બકેલો, દોષો થકી દુષિતના કરી માફ પાપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૫|| ના શાશ્ત્રના શ્રવણનું પયપાન પીધું, હા મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું, શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૬|| રે રે ભવાનિ બહુ ભૂલ થઇ જ મારી, આ જિંદગી થઇ મને અતિશે અકારી, દોષો પ્રજાળી સઘળાં તવ છાપ છાપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૭|| ખાલી ન કાંઇ સ્થળ છે વિણ આપ ધારો, બ્રહ્માંડમાં અણું અણું મહીં વાસ તારો, શક્તિ ન માપ ગણવા અગણિત માપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૮|| પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો, ખોટો ખરો ભગવતી પણ હું તમારો, જાડ્યાંધકાર દૂર કરી સદબુદ્ધિ આપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૯|| શીખ સુણે રસિક છંદ જ એક ચિત્તે, તેને થકી ત્રિવિધ તાપ ટળે ખચિત્તે, વાઘે વિશેષ વળી અંબ તણા પ્રતાપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૧૦|| શ્રી સદગુરુ શરણમાં રહીને યજું છું, રાત્રિદિને ભગવતી તુજને ભજું છું, સદભક્ત સેવકતણા પરિતાપ ચાંપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૧૧|| અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાનિ, ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી, સંસારના સકળ રોગ સમૂળ કાપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૧૨|| Vishwambhari Stuti Lyrics in English Vishvambhari akhil vishwa tani janeta, Vidhya dhari vadanma vasajo vidhata; Door-budhhine door kari sad-buddhi apo, Maampaahi Om Bhagavati Bhava dukha kapo. Bhulo padi bhavarane bhataku Bhavani, Sujhe nahi lagir koi disha javani; Bhaase bhayankar vali man na utapo, Maampaahi Om Bhagavati Bhava dukha kapo. Aa rankne ugarava nathi koi aaro, Janmaand chhu Janani hu grahi bai taro; Naa shu suno tripuswari shishu naa vilapo, Maampaahi Om Bhagavati Bhava dukha kapo. Maa karma janma kathni karta vicharu, Aa shrishtima tuj vina nathi koi maru; Kone kahu katthan yog tano balaapo, Maampaahi Om Bhagavati Bhava dukha kapo. Hoon kaam, krodh, madh moh thaki chhakelo, Aadambare ati ghano madthi bakelo; dosho thaki dushit na kari maafi aapo, Maampaahi Om Bhagavati Bhava dukha kapo. Naa shaashtrana shravan nu paipaan kidhu, naa mantra ke stuti katha nathi kai kidhu; Shradhha dhari nathi karya tav naam jaapo, Maampaahi Om Bhagavati Bhava dukha kapo. Re re Bhavani bahu bhool thayi je mari, Aa zindagi thai mane atishe akaari; Dosho prajaali sagara tava thaap thaapo, Maampaahi Om Bhagavathi Bhava dukha kapo Khaali na koi sthal chhe vina aap dharo, Bhrahmandma anu-vanu mahi vaas taro; Shakti na maap ganava agneeta mapo, Maampaahi Om Bhagavati Bhava dukha kapo. Paape prapanch karva badhi vaate puro, Khoto kharo Bhagwathi pann hoon tamaro; Jadyandhakaar door kari sad-budhhi aapo, Maampaahi Om Bhagavati Bhava dukha kapo. Sheekhe sune Rasik Chandaj ekk chitte, Tena thaki trivividhh taap talek khachite; Vadhe vishesh vali Amba tana prataapo, Maampaahi Om Bhagavathi Bhava dukha kapo Shri sad-guru na charanma rahine ye ju chhu, Raatri dine Bhagwathi tujne namu chhu; Sad-bhakt sevak tana paritaap chaapo, Maampaahi Om Bhagavathi Bhava dukha kapo Antar vishe adhik urmi thata Bhavani, Gaun stuti tava bale namine mrugaani; Sansaarna sakal rog samoola kapo, Maampaahi Om Bhagavati Bhava dukha kapo. Maampaahi Om Bhagavati Bhava dukha kapo Must Watch Videos: ►Beautiful 10 Krishna Bhajan:    • टॉप 10 राधा कृष्ण भजन | Most Popular Krish...   ►Purusha Suktam:    • Full Purusha Suktam With Lyrics | पुरुष सू...   ►Sri Lalitha Sahasranamam:    • Lalitha Sahasranamam - By Priya Sisters ||...   ►Kanakdhara Stotram:    • Kanakdhara Stotram - 11 Times - Most Power...   ►Mahamrityunjaya Mantra:    • सम्पूर्ण महामृत्युंजय मंत्र | Mahamrityunj...   ►Sri Vishnu Sahasranama:    • Vishnu Sahasranamam Fast 12 Minutes - with...   ►Shri Mahalaxmi Stotra:    • Shri Mahalaxmi Stotra - श्री महालक्ष्मी स्...   ►Shiva Sankalpa Suktam:    • Shiva Sankalpa Suktam | Sanskrit Vedic Man...   ►Hanuman Chalisa:    • श्री हनुमान चालीसा | Nonstop Powerful Hanu...   ►Ya Devi Sarva Bhuteshu:    • Ya Devi Sarva Bhuteshu Shakti Rupena Samst...   LIKE | COMMENT | SHARE | SUBSCRIBE