અછાનું રહીને વાદળપારથી સૂરજ ડોકાઈ | Achhanu rahine Vaadalpaarathi Suraj Dokai
Ruchit Ghodasara
0:00 / 0:00
અછાનું રહીને વાદળપારથી સૂરજ ડોકાઈ | Achhanu rahine Vaadalpaarathi Suraj Dokai
7 просмотров · 12 дней назад
Ruchit Ghodasara
18 подписчиков
7 просмотров · 12 дней назад
Text: 7 July 2026
Song : • અછાનું રહીને વાદળપારથી સૂરજ ડોકાઈ | Achhan...
Video explanation by Gemini Notebook.
કંઈક અછાનું / અજાણ્યું રહીને વાદળ પારથી સૂરજ ડોકાય છે.
વર્ષાના વાયરાની સંગાથે વસુધાની સુવાસ રમ્યા કરે
ચારે કોર, પંખીનો કલરવ, આછાં તે ટીપાં, ને
ક્યહીં દૂરથી ટહૂકી જાય ક્યારેક મોર,
પાંખો તે ભીંજ્યો, પાંખી તે લસરેલ વાદળની
ચાદરની આછેરી કોરથી કંઈક પાંખુ હું જોવ રવિ કોર.
આછી તે આંખોને મળી ઢાંકી દે ત્વરીત, તરત
હુંયે સંકોચે પાંપણો ઢાળું, હાય, ક્ષણના
સંગમે નભપારના જાણે આખાય દરિયાને પામું. મનભર
સાગર હવે વરસે છે નેહે, કેમને થતું આ
મેઘય રુએ સવિતાના સ્નેહે, ફરી રે સંતાય
એ ક્યાંય સુધી, બોલી રહે ફરી મોર,
ઝરમર તે વરસવું ને થોડું તે ભીંજાવું
સંતાયેલ સૂરજને સંતાયેલ હું હોવ.
કંઈક અછાનું / અજાણ્યું રહીને વાદળ પાર સૂરજને હું જોવ,
મને જોવા,
કંઈક અછાનું / અજાણ્યું રહીને વાદળ પારથી સૂરજ ડોકાય છે.
English Translation (Gemini)
Remaining somewhat a stranger, the sun peeks from beyond the clouds, With the winds of the rain, the earth's fragrance keeps playfully lingering All around, the chirping of birds, those delicate drops, and Somewhere from afar, a peacock occasionally calls out,
Faintly drenched, from the sheer edge of the sheet Of that faintly sliding cloud, I catch a faint glimpse of the sun's rim. Meeting those soft eyes, it covers them swiftly, instantly, I, too, shyly lower my eyelids, oh, in the union Of a brief moment beyond the sky, it is as if I attain the entire ocean. To my heart's content, the sea now rains with affection; how is it that Even the clouds weep for the sun's love? It hides again For who knows how long, as the peacock calls out once more, That gentle drizzle and getting slightly drenched, To the hidden sun, I too remain hidden. Remaining somewhat a stranger, I watch the sun beyond the clouds, To see me, Remaining somewhat a stranger, the sun peeks from beyond the clouds.