અંબાજી - ભાદરવી પૂનમનો મેળો કેમ ભરાય છે | Bhadarvi Poonam Melo | Ambaji Mandir - 51ShaktiPeeth 🚩🔱
Vaital TV
0:00 / 0:00
અંબાજી - ભાદરવી પૂનમનો મેળો કેમ ભરાય છે | Bhadarvi Poonam Melo | Ambaji Mandir - 51ShaktiPeeth 🚩🔱
6 302 просмотра · 5 лет назад
Vaital TV
25,6 тыс. подписчиков
6 302 просмотра · 5 лет назад
અંબાજી - ભાદરવી પૂનમનો મેળો કેમ ભરાય છે ?
અંબાજીનો ભાદરવી પૂનમ નો મેળો બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી મુકામે યોજાય છે. કારતક, ચૈત્ર, ભાદરવો અને આસો મહિનાની પૂનમના દિવસે અહી મોટા મેળા યોજાય છે. જેમાં 'ભાદરવી પૂનમનો મેળો' ખુબ મહત્વપૂર્ણ અને મોટો મેળો હોય છે ભાદરવી પુનમનો આ મેળો તેરસ, ચૌદસ અને પૂનમ એમ સતત ત્રણ દિવસ સુધી ભરાય છે. આ દિવસે લાખો લોકો માતાના દર્શન માટે ઉમટી પડે છે. આ સમયે અસંખ્ય લોકો અહીં પગપાળા યાત્રા કરીને આવતા હોય છે વિવિધ સંસ્થાઓ અને સેવાકેન્દ્રો દ્વારા યાત્રાળુઓને મેડિકલ સેવા, ચા-નાસ્તો અને જમવા માટેની સુવિધા પૂરી પાડવામાં આવે છે. તેમજ શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે પૂર્ણિમાના દિવસે માતાજીને વિવિધ શણગારો સજી શોભાયમાન કરવામાં આવે છે અહી મંદિરમાં કોઈ પ્રતિમા કે ચિત્રની પૂજા કરવામાં આવતી નથી પણ 'શ્રી વિસાયંત્ર'નું પૂજન કરવામાં આવે છે પોષી પૂનમ કે જે દિવસે માતાજી પ્રગટ થયા એવું મનાય છે. તથા બાર મહિનામાં ભાદરવી પૂનમને વર્ષ ની સૌથી મોટી પૂનમ ગણવામાં આવે છે તેથી અહીં મેળો ભરાય છે. પૂર્ણિમાના દિવસે માતાજીના દર્શને કરવા આવતા વિવિધ સંઘો દ્વારા અહી ચાચર ચોકમાં રાસગરબાનું અદ્ભુત આયોજન કરવામાં છે આ પ્રસંગે સમગ્ર મંદિર પરિસર અને અંબાજી ગામને પણ શણગારવામાં આવે છે. માતાજીની ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે. હવે દર રવિવારે અને દર પૂનમ ના દિવસે પણ અંબાજી ખાતે મેળા જેવો માહોલ સર્જાય છે.
...તો મિત્રો આ હતું અંબાજીમાં દર વર્ષે ભરાતા ભાદરવી પૂનમના મેળાનું મહત્વ 🔱🚩 જય અંબે 🔱 જય માતાજી
----------------------- ------------------- ------------ -----
⚠સુચના : વિડિયો માં અપાયેલ જાણકારી - ધાર્મિક ગ્રંથો, પૌરાણિક કથાઓ, સમાચાર પત્રો અને ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી ના આધાર પર લેવાયેલ છે.
Dharmik Bhakti ચેનલ તેના ખરા ખોટા નો દાવો નથી કરતી, આ જાણકારી મનોરંજન અને શાસ્ત્રો ના જ્ઞાાન ના વિકાસ માટે અપાયેલ છે. વિડિયો માં લેવાયેલ વિડિયો ક્લિપ તથા ફોટાઓ ફક્ત ઉદાહરણ ના રૂપે જ બતાવવામાં આવેલ છે. - જેની દરેક વ્યક્તિને નોંધ લેવી...
#AmbajiMandir
#Bhadarvi_Poonam
#ShaktiPeeth
#AmbajiTemple
#Ambaji
#Bhadarbi_Poonam_Melo
#ભાદરવી_પૂનમનો_મેળો_અંબાજી
#51ShaktiPeeth
#અંબાજી
#ભાદરવી_પૂનમનો_મેળો
#અંબાજી_મંદિર
#શક્તિપીઠ
#51શક્તિપીઠ
#Ambaji_Bhadarvi_Poonam_Melo
#Ambika
#DharmikBhakti
#ધાર્મિકભક્તિ
#ધાર્મિક_ભક્તિ
#Dharmik_Bhakti
🙏 તમારો આભાર........ Thank You........ 🙏