Physical Layer: Twisted Pair, Coaxial & Fiber Optic | Guided Media | DI03000131 Unit-3 L1
મિલવ
0:00 / 0:00
Physical Layer: Twisted Pair, Coaxial & Fiber Optic | Guided Media | DI03000131 Unit-3 L1
19 просмотров · 2 недели назад
મિલવ
13 подписчиков
19 просмотров · 2 недели назад
આ લેક્ચરમાં આપણે Computer Networking (DI03000131) ના Unit 3 ની શરૂઆત કરીએ છીએ અને Physical Layer તથા Guided (Wired) Transmission Media વિગતવાર સમજીએ છીએ.
શરૂઆતમાં OSI Model ના સાતેય લેયર નું ઝડપી રિવિઝન છે - યાદ રાખવાની ટ્રીક "PDNTSPA" (Physical, Data Link, Network, Transport, Session, Presentation, Application) સાથે. ત્યારબાદ Physical Layer (Layer 1) ની વ્યાખ્યા - Electrical, Mechanical, Procedural અને Functional specifications - અને એની જવાબદારીઓ: Data Encoding, Synchronization, Media Access અને Physical Topology. Key point: Physical Layer એ એકમાત્ર લેયર છે જે ખરેખર કેબલ કે રેડિયો વેવને "ટચ" કરે છે.
ત્યારબાદ Guided Media ના ત્રણ મુખ્ય પ્રકાર વિગતવાર કવર કર્યા છે:
• Twisted Pair Cable - ઘરના વાયરિંગથી લઈને RJ45 Ethernet કેબલ સુધી. 1 cm દીઠ 1-4 twist કેમ આપવામાં આવે છે, અને Twisting કઈ રીતે EMI (Electromagnetic Interference) ને કેન્સલ કરે છે એ ચુંબકના North-South Pole ના ઉદાહરણ સાથે. UTP vs STP (Unshielded vs Shielded - "કવચ"), અને Cat3 થી Cat7 સુધીની કેટેગરી, દરેકની Bandwidth, Length limit અને Application (Legacy Voice, Fast Ethernet 100 Mbps, Gigabit Ethernet, 10 Gbps).
• Coaxial Cable - Inner Conductor, Dielectric Insulation, Mesh Shield અને PVC Outer Jacket નું સ્ટ્રક્ચર. કેબલ TV (GTPL સેટઅપ બોક્સ) અને RF Signal Transmission માં એનો ઉપયોગ, અને એ કઈ રીતે ટ્વિસ્ટિંગ વગર પણ Interference કેન્સલ કરે છે.
• Fiber Optic Cable - Core અને Cladding ની અલગ Density થી લાઈટ અંદર Trap થઈને Total Internal Reflection દ્વારા આગળ વધે. લેસર લાઈટની સ્પીડે ડેટા ટ્રાન્સફર, EMI થી સંપૂર્ણ મુક્તિ, SMF vs MMF, દરિયાની અંદર પાથરેલા Undersea Cables અને IIT Bombay ના Data Centre નું પ્રેક્ટિકલ ઉદાહરણ, તથા Fiber Splicing કેમ અઘરું અને મોંઘું છે.
છેલ્લે ત્રણેયનું Comparison (Installation, Cost, EMI Immunity) અને Unguided/Wireless Media ની શરૂઆત - Electromagnetic Spectrum, પ્રિઝમ વાળો Visible Light Spectrum, Infrared અને Ultraviolet, તથા અલગ અલગ Frequency Bands.
Homework: SMF કેમ મોંઘું અને MMF કેમ સસ્તું, અને "Spectrum ઘોટાળા" વિશે વાંચવું.
આ વિડિયો GTU Diploma Engineering Semester 3 ના Computer Networking (DI03000131) લેક્ચર સિરીઝનો ભાગ છે.
આ વિડિયો જ્ઞાનગંગા ચેનલ સાથે મળીને બનાવવામાં આવ્યો છે.
જ્ઞાનગંગા: / @જ્ઞાનગંગા