સત્યભામા એ લીધા રૂસણા - ઉષ્માબેન (કીર્તન લખીને નીચે આપ્યું છે)
Nimavat Vasantben
0:00 / 0:00
સત્યભામા એ લીધા રૂસણા - ઉષ્માબેન (કીર્તન લખીને નીચે આપ્યું છે)
33 168 просмотров · 3 года назад
Nimavat Vasantben
248 тыс. подписчиков
33 168 просмотров · 3 года назад
સત્યભામા એ લીધું રુસણુ રેલોલ
ઓછું આવ્યું મનની માયા જો સત્યભામા એ લીધું...
અમરાપુર થી નારદજી પધાર્યા રે લોલ
લાવ્યા છે કાંઈ પારિજાતક ફુલ જો સત્યભામા એ લીધું...
સોંપ્યું શ્રી કૃષ્ણજીના હાથમાં રે લોલ
રાખી લીધું વૃક્ષમણી નો રૂક્ષ્મણી નો દ્વાર જો સત્યભામા એ....
નારદ કહે સતી સાંભળો રે લોલ
શામળિયાને નથી તમ પર પ્રેમ જો સત્યભામા એ....
તમને ન દીધી એક પાખડી રે લોલ
પારિજાતક રૂક્ષ્મણીની પાસ જો સત્યભામા એ.....
સાંભળતા ભામા આવી રોષમારે લોલ
એને અંગે લાગી એવી જાળજો સત્યભામા એ......
આભૂષણ ઉતાર્યા છે અંગથી રે લોલ
શામળિયાના ન જોઈએ શણગાર જો સત્યભામા એ.....
મારા મૈયરની ઓઢું ઓઢણી રે લોલ રાખો રાણી રુક્ષ્મણીની ભાળ જો સત્યભામા એ.....
ઝઘડાની રંગત જોવા કારણે રે લોલ
નારદજીએ ઘડ્યા એવા ઘાટ જો સત્યભામા એ.....
ઉતાર્યા ચીર અને ચુંદડી રે લોલ
સંભાળી લો નંદના કુમાર જો સત્યભામા એ...
માથાની ઉતારી છે દામણી રે લોલ
ગળા માંથી ઉતાર્યા છે હારજો સત્યભામા એ....
સુખના સપના તો મારા વહી ગયા રે લોલ
માથે ઉગ્યા દુખડા કેરા ઝાડ જો સત્યભામા એ.....
વખડા ઘોળી ને હવે શું કરું રે લોલ
આંખે વહેતી આંસુડાની ધાર જો સત્યભામા એ.....
શોક્ય ના મૅણા તો ક્યાથી સાંભળુ રે લોલ
ત્રિકમજી એ તોડ્યા મનના તાર જો સત્યભામા એ....
મોહન મનાવે રાણી સાંભળો રે લોલ
કુળવંતી ના કરશો કલ્પાંત જો સત્યભામા એ....
ભોળી જાણીને તમને ભોળવી રે લોલ
એ તો પેલા નારદિયાના કામજો સત્યભામા એ....
તમ થી તે વહાલુ બીજું કોણ છે રે લોલ
તારે કાજે લાવું આખું ઝાડ જો સત્યભામા એ....
લાવી રોપાવું તારા આંગણે રે લોલ
રાણી હવે મૂકો રાડા રાડ જો સત્યભામા એ.......
માનુની મનને મોટું રાખજો રે લોલ
તું તો મારા જીવનનો આધાર જો સત્યભામા એ......
મુકો માનુની હવે ઋષણા રે લોલ
જે માગો તે દેવા હું તૈયાર જો સત્યભામા એ....
શ્યામે મનાવી લીધી સુંદરી રે લોલ
બિંદુ ગાતો એનો જય જય કાર જો સત્યભામા એ....
#vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ