🌹ભક્તો એકદમ અલગ સ્ટાઈલ નું ભજન 🌹 કાના તારી મોરલી (લખેલું છે
Vaikunth Bhajan Mandal Vadodara
0:00 / 0:00
🌹ભક્તો એકદમ અલગ સ્ટાઈલ નું ભજન 🌹 કાના તારી મોરલી (લખેલું છે
68 132 просмотра · 2 г. назад
Vaikunth Bhajan Mandal Vadodara
152 тыс. подписчиков
68 132 просмотра · 2 г. назад
કાના તારી મોરલી ધીમે વગાડ ના
જોજે શામળિયા રંગ તારો જાઈ ના. (૨)
પૂનમની રાતડી ને રાસડા નો રંગ છે
જોજે શામળિયા રંગ તારો જાયે ના
ધરણી ધ્રુજે ના તો રમજટ કહેવાય ના
રમઝટ કહેવાય ના
જોજે કાનુડા રંગ તારો જાયના
હે...ચમકતી ચાલ અને ઘૂઘરી નો ઘમકાર
નેપુર ના નાદ સાથે તાલીઓ નો તાલ
રાસડામા નટખટ ને કોઈથી પહોંચાય ના
કોઈથી પહોંચાય ના
જોજે શામળિયા રંગ તારો જાય ના
કાના તારી મોરલી ધીમે વગાડ ના
જોજે સામળીયા રંગ તારો જાય ના
હે...વાંકડિયા વાળ અને કેસ કલાપ
મુખ પર મોરલી તો શોભે અપાર
નિરખુ નિરખુ ને મારું મનડું ધરાય ના
મનડુ ધરાય ના
જોજે શામળિયા રંગ તારો જાય ને
કાના તારી મોરલી ધીમે....
જોજે શામળિયા રંગ તારો....
હે...સોળે શણગાર સજી રાધારાણી આવે
રમવા ને સાથે લાવે ત્રિભુવનની રાણીઓ
આછી આછી ઓઢણીમાં તે જ સમાયના
તેજ સમાયના
જોજે શામળિયા રંગ તારો જાય ને
નટખટ કનૈયા તું તો ત્રિભુવન નો નાથ છે
ત્રિભુવન નો નાથ છે
જોજે કનૈયા રંગ તારો જાયે ના
કાના તારી મોરલી..
જોજે કનૈયા રંગ તારો...
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat