હારે મારી નાવડી દરિયા મા ડોલે || dharmshyog dhun mandal || ધૂન નીચે લખેલ છે.
dharmshyog dhun mandal
0:00 / 0:00
હારે મારી નાવડી દરિયા મા ડોલે || dharmshyog dhun mandal || ધૂન નીચે લખેલ છે.
295 550 просмотров · 4 года назад
dharmshyog dhun mandal
50,7 тыс. подписчиков
295 550 просмотров · 4 года назад
ધર્મસહયોગ ધૂન મંડળ
સાધુ શ્રી ચંદ્રિકાબેન સરપદડિયા
9687195646
મારી નાવડી દરિયા મા ડોલે ગુરુજી મારા ભવસાગર થી તરજો
એમા મમતા ના મગર છે મોટા
નથી પડતા એ મુજ થી વિખુટા
મને પકડિયો છે જબરા જોરે ગુરુજી મારા ભવ સાગર થી તરજો.
મારી નાવડી દરિયા મા ડોલે ગુરુજી મારા ભવસાગર થી તરજો
પ્રેમ રાખી ને પાસ મા લેજો
ભૂલ થાય તો ટોકતા રેજો
મને દોરવાની રોજ રોજ દેજો ગુરુજી મારા ભવસાગર થી તરજો.
તારા નામે તરીયા છે હજારો
નાવ જીવન ની આવી ઉગાડો
અમારો બીજો નથી કોઈ આરો ગુરુજી મારા ભવસાગર થી તરજો
પડિયુ ગાબડું ને નીર ત્યાં ભરાયુ
એને દેખી ને મન ગભરાયુ
મારી નાવડી ચડી ચકડોરે ગુરુજી મારા ભવસાગર થી તરજો
કયા કંપે ને કરજુ કપાઈ છે
મારા ફેરા તો ફોગટ જાય છે
પાર ઉતારે ને થી દમડોર ગુરુજી મારા ભવસાગર થી તરજો
ઉપર આભ ને નીચે છે ધરતી
નથી હરતી આ ભક્તો ની કષ્ટિ
હૂતો આવી તમારે દ્વારે ગુરુજી મારા ભવસાગર થી તરજો
ગુરુવિનાના ગોર અંધકાર છે
હારે ગુરુ આવે તો અંજવાડા થાય છે
ગુરુ ઉતારે ભવસાગર પર ગુરુજી મારા ભવસાગર થી તરજો.