Перейти к содержимому

લખેલું છે🙏 જન્માષ્ટમી સ્પેશીયલ 🌹રાધાને કાન ઝઘડીયા👌 જોરદાર ભજન 🌺

નિલકંઠ સત્સંગ મંડળ કાલાવડ

0:00 / 0:00

લખેલું છે🙏 જન્માષ્ટમી સ્પેશીયલ 🌹રાધાને કાન ઝઘડીયા👌 જોરદાર ભજન 🌺

2 026 просмотров · 3 дня назад
નિલકંઠ સત્સંગ મંડળ કાલાવડ
6,49 тыс. подписчиков
2 026 просмотров · 3 дня назад
#gujaratibhaktisongs #love #gujaratidevotionalsongs #gujaratispiritualsongs #bhajanlovers #harekrishna #jayshreekrishna #devotionalsong #nilkanth #bhajangujarati ....... કીર્તન...... નાનું એવું ગોકુળ ગામડું રે ત્યાં રમે રાધા ને કાન મારા વાલા અવસર આવો નહીં મળે રે ગોકુળ ગામના ગોવાળિયા રે ગૌધન ચરાવવાને જાય મારા વાલા અવસર આવો નહીં મળે રે બરસાના ગામની ગોવાલણ રે મહિડા વેચવાને જાય મારા વાલા અવસર આવો નહીં મળે રે આડા ગોવાળ ઉભા રહ્યા રે મહિડાના દાન દેતા જાઓ મારા વાલા અવસર આવો નહીં મળે રે રાધા ને કાન ઝગડિયા રે નહીં આપુ મહિડાના દાન મારા વાલા અવસર આવો નહીં મળે રે ચટકો ચડાવી રાધા ચાલિયા રે આવ્યા બરસાના ગામ મારા વાલા અવસર આવો નહીં મળે રે ચાર પાંચ દિવસો વીતી ગયા રે નો આવ્યા રાધા નાર મારા વાલા અવસર આવો નહીં મળે રે કાના એ મનમાં વિચાર્યું રે લીધો મણીયારા નો વેશ મારા વાલા અવસર આવો નહીં મળે રે આંખે તે આંજણ આંજિયા રે કપાળે ટીલડી શોભે મારા વાલા અવસર આવો નહીં મળે રે ફુલ ફાગ નો પહેર્યો ઘાઘરો રે ઘૂઘરીનો નહીં પાર મારા વાલા અવસર આવો નહીં મળે રે ખીલખાપ નું પેહેર્યું કાપડું રે બાયે મોરલીયાની ભાત મારા વાલા અવસર આવો નહીં મળે રે રાતા તે રંગની ઓઢી ચુંદડી રે તારલીયા ચમકે અપાર મારા વાલા અવસર આવો નહીં મળે રે માથે તે મુંગટ શોભતો રે ગળે હજારી હાર મારા વાલા અવસર આવો નહીં મળે રે બાયે બાજુબંધ બેરખા રે દશે આંગળીએ વેઢ મારા વાલા અવસર આવો નહીં મળે રે કડે કંદોરો ઝુલતો રે ઘૂઘરી નો ઝણકાર મારા વાલા અવસર આવો નહીં મળે રે પાયે તે ઝાંઝર શોભતા રે ઝાંઝરી નો ઝણકાર મારા વાલા અવસર આવો નહીં મળે રે પગે રાઠોડી મોજડી રે ચાલે ચટકતી ચાલ મારા વાલા અવસર આવો નહીં મળે રે હાથી તે દાંતની ચુડલી રે ચુડલી વેચવાને જાય મારા વાલા અવસર આવો નહીં મળે રે બરસાના ગામની શેરીએ રે પાડે છે ચુડલી નો સાદ મારા વાલા અવસર આવો નહીં મળે રે ડેલીએ તે પડાવ નાખિયા રે માંડ્યા મણિયારાના હાટ મારા વાલા અવસર આવો નહીં રે લલીતા સખી ત્યાંથી દોડીયા રે આવ્યા રાધાજીની પાસ મારા વાલા અવસર આવો નહીં મળે રે આપણા દાદા ની ડેલીએ રે માંડ્યા મણિયારા એ હાટ મારા વાલા અવસર આવો નહીં મળે રે રાધાજી એ શણગાર સજીયારે ચુડલી હોરવા ને જાય મારા વાલા અવસર આવો નહીં મળે રે અમારા માપની આપો ચુડલી રે ચુડલી નાના મોટી થાય મારા વાલા અવસર આવો નહીં મળે રે તમારા માપની ચુડલી રે લેવા આવો ગોકુળ ગામ મારા વાલા અવસર આવો નહીં મળે રે લલિતા સખી એમ બોલીયા રે આ છે જશોદાનો જાયો મારા વાલા અવસર આવો નહીં મળે રે રાધાજીના માપની ચુડલી રે લેવા આવ્યા ગોકુળ ગામ મારા વાલા અવસર આવો નહીં મળે રે હાથી તે દાંતની ચુડલી રે પેરાવી રાધાજીને હાથ મારા વાલા અવસર આવો નહીં મળે રે રાધા ને કાનની રમતડી રે ગાય છે નર ને નાર મારા વાલા અવસર આવો નહીં મળે રે નરસિંહ મહેતા ના સ્વામી શામળા રે દેજો અમને વ્રજમાં વાસ મારા વાલા અવસર આવો નહીં મળે રે