રામ નામે પથ્થર તર્યા માન્યું ના મનાય | Ram Name Patthar Tarya Manyu Na Manay #gujaratibhajan
Shyam Mahila Mandal Navsari
0:00 / 0:00
રામ નામે પથ્થર તર્યા માન્યું ના મનાય | Ram Name Patthar Tarya Manyu Na Manay #gujaratibhajan
7 997 просмотров · 2 мес. назад
Shyam Mahila Mandal Navsari
82,9 тыс. подписчиков
7 997 просмотров · 2 мес. назад
Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari.
-"ભજન નીચે લખેલું છે"-
:
શ્યામ મહિલા મંડળ, નવસારી
Application: https://play.google.com/store/apps/de...
Website : http://smm.tss.ai/
Facebook : / shyammahilamandal
Instagram : / shyammahilamandal
:
#GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on
ભજન :- રાગ :- ઘમ્મર ઘમ્મર મારા વલોણા ગાજે.......
રામ નામે પથ્થર તર્યા માન્યું ના મનાય
રામ પ્રભુને મનમાં શંકા એવી થાય
વિભીષણને તિલક કરવા લંકામાં સહુ જાય છે
રામ પ્રભુને ત્યારે મોકો મળી જાય છે
એકલા ઉઠીને એ તો સાગર તીરે જાય
રામ પ્રભુને મનમાં શંકા એવી થાય
ચતુર હનુમાનજી વૃક્ષમાં સંતાય છે
રામજીને એકલા મૂકી લંકામાં ના જાય છે
રાક્ષસોનો દેશ છે આ ના થવાનું થાય
રામ પ્રભુને મનમાં શંકા એવી થાય
સાગર તીરે જઈને રામ ઉભા રહી જાય છે
આજુબાજુ નજર કરી પથ્થર હાથમાં લીધો છે
પાણીમાં પથ્થર નાખ્યો તરત ડૂબી જાય
રામ પ્રભુને મનમાં શંકા એવી થાય
રામજીના મનની વાત હનુમાન જાણી જાય છે
ઝાડ ઉપરથી નીચે ઉતરી રામજી પાસે જાય છે
રામ પ્રભુને કહે તમને શંકા કેમ થાય
રામ પ્રભુને મનમાં શંકા એવી થાય
હાથ જોડીને હનુમાન કહે શંકા શાને થાય છે
હાથમાં એક પથ્થર લીધો રામનું નામ લખાય છે
રામ કહીને જળમાં નાખ્યો પથ્થર તરી જાય
રામ પ્રભુને મનમાં શંકા એવી થાય
તમે જેને તારો પ્રભુ એ જ તરી જાય છે
તમે જેને ડુબાડો પ્રભુ તરત ડૂબી જાય છે
રામના નામે પથ્થર તર્યા ખોટું નહીં જરાય
રામ પ્રભુને મનમાં શંકા એવી થાય
વિભીષણના રાજતિલકમાં મારાથી કેમ જવાય રે
તમને એકલા મૂકીને મારાથી ના જવાય રે
સંતો ભક્તો કહે આને ભક્તિ રે કહેવાય
રામ પ્રભુને મનમાં શંકા એવી થાય.........