એક તિથિ, એક બંધન, એક જીવનસાથી | Romantic Gujarati Poetry
Yayawargi (divangi joshi)
0:00 / 0:00
એક તિથિ, એક બંધન, એક જીવનસાથી | Romantic Gujarati Poetry
193 просмотра · 9 месяцев назад
Yayawargi (divangi joshi)
803 подписчика
193 просмотра · 9 месяцев назад
એક દિવસ આવ્યો
જે દિવસે તું
મારી “આજ” બન્યો
અને હું બની તારી “હર હમેશ”
માગશર વદ દશમ,
એ તિથિ સાથે
તારું નામ મારા નસીબમાં
અને મારું દિલ તારે નામ લખાયું.
તું માત્ર પતિ નથી,
તું મારો સૌથી સારો મિત્ર છે
એક પ્રિય અહેસાસ છે,
જ્યાં થાક આપોઆપ ઉતરી જાય છે.
એકબીજા સાથે
મતભેદ થયા હશે,
પણ ક્યારેય એવો દિવસ ન આવ્યો
જે મનભેદ થયા હોય..
બે વર્ષ થઈ ગયા…
રોજ તને ઉઘાડીને ઊંઘતા,
મને બહાર આટો મારવા લઈ જતા,
મારી નાની નાની ફરમાઈશો
તારી પ્રેમથી પૂરી કરતા.
તું મારી જીદ સહે છે,
મારા બદલાતા મૂડમાં ધીરજ બને છે,
અને દુનિયા સામે
મારા માટે મજબૂત બની ઊભો રહે છે.
બીજા કોઈ પહેલાં
તું મને પસંદ કરે છે,
એ જ વાત
મારા માટે પ્રેમની વ્યાખ્યા છે.
આજે બે વર્ષ થયા
તારી પત્ની બનતા,
અને રોજ
હું ફરી ફરી હું
તને પસંદ કરું છું
એક શ્રેષ્ઠ જીવન સાથી સ્વરૂપે…
આગળ લાંબું જીવન છે,
વધતી જવાબદારીઓ છે,
“પરિવાર” શબ્દનો અર્થ
વકત સાથે બદલાતો રહેશે,
પણ જીવનસાથી
એક જ રહેશે — હરહંમેશ માટે.
અને આ તિથિ…
આ બંધન...
આ સંબંધ...
આ દિવસ…
આ યાદો…
આપણે આમ જ સાચવી રાખીશું,#GujaratiPoetry
#HusbandAndWifeLove
#AnniversarySpecial
#MagsarVadDasham
#RomanticGujarati
#MarriageLife
#LifePartner
#GujaratiLoveStory
હર શ્વાસ સાથે,
હર હંમેશ માટે…
તારી જ. ❤️