Перейти к содержимому

જીવુબા એ હિંડોળો બાંધ્યો રે ગઢપુરમાં | Swaminarayan Hindola Kirtan | Gadhpur Hindola Utsav

Sasu Vahu Ni Kirtan Bhakti

0:00 / 0:00

જીવુબા એ હિંડોળો બાંધ્યો રે ગઢપુરમાં | Swaminarayan Hindola Kirtan | Gadhpur Hindola Utsav

5 858 просмотров · 1 месяц назад
Sasu Vahu Ni Kirtan Bhakti
2,44 тыс. подписчиков
5 858 просмотров · 1 месяц назад
🙏 જય સ્વામિનારાયણ 🙏 પ્રસ્તુત છે હિંડોળા ઉત્સવનું અત્યંત મધુર અને લોકપ્રિય સ્વામિનારાયણ કીર્તન: 🎵 "જીવુબા એ હિંડોળો બાંધ્યો રે ગઢપુરમાં" 🎵 Lyrics: જીવુબા એ હિંડોળો બાંધ્યો રે ગઢપુરમાં, શ્રી ગઢપુરમાં દાદાના દરબારમાં, જીવુબા એ હિંડોળો બાંધ્યો રે ગઢપુરમાં. કાંગ રે કાંગ રે ચકલા બેસાડ્યા, કોયલ રુડા ગીત ગાતી રે, ગઢપુરમાં, જીવુબા એ હિંડોળો બાંધ્યો રે ગઢપુરમાં. ઝરૂખે ઝરૂખે પોપટ બોલે છે, કળા કરીને મોર નાચે રે ગઢપુરમાં, જીવુબા એ હિંડોળો બાંધ્યો રે ગઢપુરમાં. ઝરમર ઝરમર મેહુલા વરસે, વીજ ગગનમાં ગાજે રે ગઢપુરમાં, જીવુબા એ હિંડોળો બાંધ્યો રે ગઢપુરમાં. લાડુબા તો બાવરા બન્યા છે, હરિને હેતે ઝુલાવે રે ગઢપુરમાં, જીવુબા એ હિંડોળો બાંધ્યો રે ગઢપુરમાં. શ્યામ સુંદર વાલા બેઠા હિંડોળે, પ્રેમ કરીને ઝુલાવે રે ગઢપુરમાં, જીવુબા એ હિંડોળો બાંધ્યો રે ગઢપુરમાં. લાડુબા જીવુબા આરતી ઉતારે, હરિને હેતે જમાડે રે ગઢપુરમાં, જીવુબા એ હિંડોળો બાંધ્યો રે ગઢપુરમાં. પીળા પીતાંબર, ઝરકસી જામો, પીળા પટકે મન મોહ્યારે, ગઢપુરમાં, જીવુબા એ હિંડોળો બાંધ્યો રે ગઢપુરમાં. કાને કુંડળ, માથે છે મુગટ, હેમકડા બે હાથે રે, ગઢપુરમાં, જીવુબા એ હિંડોળો બાંધ્યો રે ગઢપુરમાં. પગમાં ઝાંઝર, કેડે કંદોરો, ચાલતા ચટકંતી ચાલે રે, ગઢપુરમાં જીવુબા એ હિંડોળો બાંધ્યો રે ગઢપુરમાં. શ્રી સહજાનંદ અંતર્યામી, દેજો અક્ષરમાં વાસ રે ગઢપુરમાં, જીવુબા એ હિંડોળો બાંધ્યો રે ગઢપુરમાં. આ દિવ્ય કીર્તનમાં ગઢપુરના દાદાના દરબારમાં જીવુબા અને લાડુબાના અખંડ પ્રેમભાવનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. શ્રીહરિને હિંડોળે ઝુલાવવાની, આરતી ઉતારવાની અને પ્રેમપૂર્વક સેવા કરવાની આ ભાવભીની લીલાનું અદભુત ગાન. જો આ કીર્તન તમને ગમ્યું હોય તો: ❤️ Like કરો 💬 Comment કરીને "જય સ્વામિનારાયણ" લખો 🔔 વધુ સ્વામિનારાયણ કીર્તનો સાંભળવા Channel ને Subscribe કરો 📤 પરિવાર અને મિત્રો સાથે જરૂર Share કરો 🙏 જય સ્વામિનારાયણ 🙏 #Swaminarayan #GujaratiKirtan #Hindola #Gadhpur #JaySwaminarayan #GujaratiBhajan #HindolaUtsav #Jivuba #Laduba #Bhakti