Shaikh-Ul-Islam TrustVIRAMGAM BRANCH Dusra SAMUH SHADI 26 October 2025.
Faiz E Qutbi Official
0:00 / 0:00
Shaikh-Ul-Islam TrustVIRAMGAM BRANCH Dusra SAMUH SHADI 26 October 2025.
288 просмотров · 2 недели назад
Faiz E Qutbi Official
334 подписчика
288 просмотров · 2 недели назад
શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ વિરમગામ દ્વારા બીજા સમૂહ શાદી કાર્યક્રમનું સફળ આયોજન
વિરમગામ: શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ વિરમગામ બ્રાન્ચ દ્વારા આજે બીજા સમૂહ શાદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુસ્લિમ સમાજની 21 ખુશનસીબ દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા.
આ પ્રસંગે હુઝુર શૈખુલ ઇસ્લામ સૈયદ મોહમ્મદ મદની અશરફ બાવા સાહેબની દુઆઓ તથા જાનશીન શૈખુલ ઇસ્લામ સૈયદ હમઝા અશરફ બાવા સાહેબની વિશેષ હાજરી રહી હતી. કાર્યક્રમમાં આસિફમહ્યુંદ્દીન બી. સૈયદ (આસિફ બાપુ) સાહેબ,સૈયદ ગુલામમુસ્તફા બાપુ તેમજ મૌલાના કાસિમહસન સાહેબ સહિત અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહી દીકરીઓને નિકાહ પઢાવ્યા હતા અને આશીર્વાદ આપ્યા.
આ સમૂહ શાદી કાર્યક્રમ વિરમગામ સ્થિત અલાઉદ્દીન શાહ બાવાની દરગાહ અને બારીની મસ્જિદ ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ ઉપસ્થિત રહ્યો હતો.
શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ વિરમગામ બ્રાન્ચ નાત-જાતના કોઈ ભેદભાવ વિના સમાજસેવામાં અગ્રણી સ્થાન ધરાવે છે. ટ્રસ્ટ દ્વારા શિયાળામાં ગરીબોને ધબરા વિતરણ, રમઝાન માસમાં કરિયાણા કીટ આપવી, કુદરતી આફતોમાં સહાય પહોંચાડવી અને ગરીબોને જમવાના પેકેટ વિતરણ વિદ્યાર્થીઓ ને ઓછા ભાવે ચોપડા વિતરણ જેવા અનેક માનવતાભર્યા કાર્યો કરવામાં આવે છે.
વિરમગામ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ એ રાત - દિવસ મહેનત કરી આ પોગ્રામ ને સફળ બનાવ્યો હતો અને ત્યારબાદ ટ્રસ્ટના પ્રમુખ,ઉપપ્રમુખ અને તમામ ટ્રસ્ટીઓએ આ પોગ્રામના સખીદાતાઓ અને તમામ વડીલો અને નવજવાન ભાઈઓનો દિલ થી આભાર વ્યક્ત કર્યો હતો
આ સમૂહ શાદી કાર્યક્રમ દ્વારા ટ્રસ્ટે ફરી એકવાર એકતા, પ્રેમ અને માનવતાનો સંદેશ સમગ્ર સમાજમાં પ્રસરાવ્યો છે.