પીઠલપરની જાનબાઈ ખોજા | નીલકંઠ વર્ણીએ ગાયનું દૂધ પીધું અને કહ્યું - મહાદેવે અંગીકાર કર્યું
Swaminarayan katha kirtan
0:00 / 0:00
પીઠલપરની જાનબાઈ ખોજા | નીલકંઠ વર્ણીએ ગાયનું દૂધ પીધું અને કહ્યું - મહાદેવે અંગીકાર કર્યું
1 821 просмотр · 13 дн. назад
Swaminarayan katha kirtan
458 подписчиков
1 821 просмотр · 13 дн. назад
પીઠલપર ગામની જાનબાઈ ખોજા નો નિયમ હતો - રોજ ગાયનું દૂધ ગોપનાથ મહાદેવને ચડાવવું, રસ્તામાં કોઈ ભૂખ્યો-તરસ્યો મળે તો એને પાવું.
એ દિવસે રસ્તામાં એને નીલકંઠ વર્ણી સામા મળ્યા. જાનબાઈની નજર સ્થિર થઈ ગઈ, પગ જડાઈ ગયા. એનાથી બોલાઈ ગયું - "એ મહારાજ! ઊભા રહો!"
વર્ણી ઊભા રહ્યા. જાનબાઈ દોડીને આવી અને બોલી - "મહારાજ! ગાયનું દૂધ છે, પી જાવ."
વર્ણીએ હસીને લોટી લીધી, પોતાના કમંડળમાં નાખી પી ગયા. પછી કહ્યું - "જાનબાઈ! તારું દૂધ આજે મહાદેવે અંગીકાર કર્યું."
આટલું સાંભળતા જ જાનબાઈના હૃદયમાં શાંતિના શેરડા પડી ગયા!