આ ભજન સાંભળી તમે રડી પડશો, સીતા માતાની દુઃખ ભરી કહાની | Mahesh Prajapati bhajan kirtan gujarati
Radha Sound Official
0:00 / 0:00
આ ભજન સાંભળી તમે રડી પડશો, સીતા માતાની દુઃખ ભરી કહાની | Mahesh Prajapati bhajan kirtan gujarati
100 283 просмотра · 1 год назад
Radha Sound Official
151 тыс. подписчиков
100 283 просмотра · 1 год назад
***************************************
મહેશ પ્રજાપતિના લાઈવ પ્રોગ્રામ માટે સંપર્ક કરો
❣મોબાઇલ નંબર ❣
9725402400 મહેશ પ્રજાપતિ
9824516126 બળદેવસિંહ ચૌહાણ
***************************************
Tital : Sita Ni Kahani
Singer : Mahesh Prajapati
Lyricist : Traditional
Music : Narendra Benjo, Jayesh Patel
Coordination : Baldevsinh Chauhan
Recording Studio :Pancham Studio
Artist : Mahesh Prajapati
Dop & Editing : Prem Sadhu
Video Director : Hitesh Maheta ( idar)
Producer : Baldevsinh Chauhan
Category : Gujarati Devotional Bhajan
Language : Gujarati
Label : Radha Sound Official
Special Thanks To :
ગોપી મહિલા મંડળ - પસુંજ
દિનેશ પ્રજાપતિ- પસુંજ
જગદીશભાઈ પંચાલ - પસુંજ
રામદેવ મંદિર સમિતિ- પસુંજ
===×===×===×===×===×===×===×===
Bhajan Lyrics of sitani kahani
સીતાની કહાની ભજનના શબ્દો
卐卐卐卐
સીતાની કહાની આ સીતાની કહાની
તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની
રામ જેવા સ્વામી તોયે સુખડાના પામી
તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની
જનકરાજાની કુંવરી ને રઘુકુળની રાણી
તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની
સાસરીયામાં આવી મેં તો ઉતારા નો દિઠા
તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની
ચૌદ વરસ વન વેઠ્યા દુનિયાએ દુખડા દિધા
માંડ અયોધ્યાના મુખ દિઠા આ સીતાની કહાની
રામ રાજા બન્યા ધોબીની વાત સુણી
એવી ના બનવાની બની આ સીતા ની કહાની
લક્ષ્મણ રથ લાવ્યા મને રથમાં બેસાડી
મને વનમાં મૂકી આવ્યા આ સીતા ની કહાની
રોઈ રોઈને થાકીહું મનમાં મુંજાણી
મારે કોને વાત કહેવી આ સીતાની કહાની
ઋષિ સામા આવ્યા મને આશ્રમમાં લાવ્યા
મને બેટી કહીને બોલાવી આ સીતા ની કહાની
નથી મારે માતા નથી મારે પિતા
મારે કોને વાત કહેવી આ સીતા ની કહાની
ધરતી મારી માતા આકાશ મારે પિતા
મારે કોને વાત કહેવી આ સીતા ની કહાની
નથી મારે દાદા, નથી મારે મામા
મારે કોને વાત કહેવી આ સીતા ની કહાની
સૂર્ય મારા દાદા ને ચંદ્ર મારા મામા
મારા કોને વાત કહેવી આ સીતા ની કહાની
એક માસ વિત્યોને બે માસ વિત્યા
એવા નવ નવ માસ વિત્યા આ સીતાની કહાની
જંગલની ઝૂંપડીએ મારે બબ્બે પુત્ર જન્મ્યા
મારે કોને વાત કહેવી આ સીતા ની કહાની
બબ્બે પુત્ર જન્મ્યા એ ગળથૂથી નો પામ્યા
મારે કોને વાત કેવી આ સીતા ની કહાની
ચનોઠી ના પાનની મેં ગળથૂથી બનાવી
તમે સાંભળો મારી બેનું આ સીતા ની કહાની
જંગલની ઝૂંપડીએ મારે બબ્બે પુત્ર જન્મ્યા
એ બાળોતિયા નો પામ્યા આ સીતા ની કહાની
ખાખરાના પાને મેં બાળોતિયા બનાવ્યા
તમે સાંભળો મારી બહેનો આ સીતા ની કહાની
જંગલની ઝૂંપડીએ મારે બબ્બે પુત્ર જન્મ્યા
એ પારણીયા નો પામ્યા આ સીતા ની કહાની
વડની વડવાઈએ મેં પારણીયા બંધાવ્યા
તમે સાંભળો મારી બહેનનું આ સીતા ની કહાની
પારણીયા બંધાવ્યા મારા પુત્રને પોઢાડ્યા
તમે સાંભળો મારી બહેનો આ સીતા ની કહાની
રોતા ને રહડતા મેં હાલરડા રે ગાયા
તમે સાંભળો મારી બહેનો આ સીતા ની કહાની
ઋષિ પત્ની આવ્યા મને આશ્વાસન આપ્યા
તમે સાંભળો મારી બહેનો આ સીતા ની કહાની
દશરથ જેવા દાદા જનક જેવા નાના
એને આંગળીઓ નો ઝાલી આ સીતા ની કહાની
કૌશલ્યા જેવા દાદી સુનયના જેવા નાની
એના ખોળા નો ભાળ્યા સીતા ની કહાની
લક્ષ્મણ જેવા કાકા ઉર્મિલા જેવા માસી
એના લાડકોડ નો પામ્યા આ સીતા ની કહાની
રામે ઘોડા છોડ્યા લવ કુશે ઘોડા બાંધ્યા
એવા અવધપુરીમાં આવ્યા આ સીતાની કહાની
વાલ્મિકીએ વાત માંડી એવી સચની સાખ દીધી
તોયે દુનિયાએ ના માની આ સીતાની કહાની
અગ્નિ પરીક્ષા દિધી તોયે બીજી કસોટી લીધી
તમે સાંભળો મારી બેની આ સીતાની કહાની
ધરતી માંથી જન્મી ને ધરતીમાં સમાણી
તમે સાંભળો મારી બહેનો આ સીતા ની કહાની
સીતાની કહાની આ સીતાની કહાની
તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની
રામ જેવા સ્વામી તોયે સુખડાના પામી
તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની
===×===×===×===×===×===×===×===
સીતાની કહાની ભજન
Sita ni kahani Bhajan
Mahesh Prajapati bhajan
Mahesh Prajapati na bhajan
Gujarati bhajan
Bhajan gujarati
Bhajan kirtan
Kirtan Bhajan gujarati
મહેશ પ્રજાપતિ
મહેશ પ્રજાપતિ ના કિર્તન ભજન
કિર્તન
ગુજરાતી કિર્તન ભજન
ગુજરાતી ભજન કિર્તન
ભજન
Bhajan
gujarati bhajan kirtan